75 ટકા સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે !!

ગુજરાતમાં 8 નવી મેડિકલ કોલેજ સ્થાપવાની જોશભેર તૈયારીઓ
ગુજરાતમાં 8 નવી મેડિકલ કોલેજ સ્થાપવાની જોશભેર તૈયારીઓ

મોટાભાગના લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ મેળવી લીધો છે

આરોગ્ય વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કહૃાું કે, એઈમ્સના ડાયરેક્ટરનું નિવેદન સુખદ છે તેમ છતાં સંભવિત ત્રીજી લહેર માટે ગુજરાત સરકારની પૂરી તૈયારી છે.

આરોગ્ય વિભાગ કોઈ જ રિસ્ક લેશે નહીં. સરકારે રસીકરણ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. રસીકરણમાં ગુજરાત દેશમાં નંબર 1 પર છે. 35 ટકા લોકોએ રસીના બંને ડોઝ જ્યારે 82 ટકાએ પ્રથમ ડોઝ લઈ લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યના 8500 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે.એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ બુધવારે ત્રીજી લહેરની શક્યતાને નકારી દીધી છે.

ત્યારે ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પ્રોફેસર દિલીપ માવલંકરે જણાવ્યું છે કે, મ્યુનિ.ના સર્વે અનુસાર અમદાવાદમાં 82 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે.

જ્યારે ગુજરાત રાજ્યમાં આ આંકડો 75 ટકા સુધી પહોંચી ગયો છે. તે કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર બિનઅસરકારક સાબિત થઈ શકે છે.

જોકે પ્રોફેસરે એવી પણ ચેતવણી આપી છે કે, અત્યાર સુધી રાજ્ય અને દેશમાં કોરોનાના જેટલા પણ વેરિયન્ટ ડિટેક્ટ થયા છે તે કરતા વધુ પાવરફુલ કોઈ વાઈરસ આવે તો જ ત્રીજી લહેર અસર કરી શકે છે.

પરંતુ હાલ રાજ્યમાં નવા વાઈરસના અણસાર નથી. તેમણે જણાવ્યું કે, કોરોના થવાના કારણે ઘણા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે અને મોટાભાગના લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ મેળવી લીધો છે.

Read About Weather here

આઈસીએમઆર(ICMR)ના સર્વે મુજબ મુંબઈમાં 85 ટકા લોકોમાં એન્ટિબોડી બન્યા છે. દેશમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 79 ટકા જ્યારે કેરળમાં સૌથી ઓછા 45 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે. એન્ટિબોડી તૈયાર થવામાં ગુજરાત ચોથા ક્રમે છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here