3 લાખ વિદ્યાર્થીઓને મળશે ટેબ્લેટ…

3 લાખ વિદ્યાર્થીઓને મળશે ટેબ્લેટ...
3 લાખ વિદ્યાર્થીઓને મળશે ટેબ્લેટ...

માર્ચમાં કોરોનાની શરૂઆત થતાં લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા ન હતા

કોરોનાને પગલે 2019-20ના બાકી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ગત વર્ષે કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા નથી.અંતે સરકારે તાજેતરમાં ટેબ્લેટ ઓર્ડર ફાઈનલ કર્યો છે અને ભારતની જ ટેબ્લેટ બનાવતી કંપનીને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

સરકારે હાલ 2019-20ના બાકી રહેલા 72 હજાર અને 2020-21ના 2.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ 3 લાખ જેટલા ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે.મળતી માહિતી મુજબ દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે અને સૌપ્રથમ 2019-20ના 72 હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જીટીયુની ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓ છે. મહત્વનું છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના અંતર્ગત હવે પ્રથમ વર્ષને બદલે અભ્યાસના ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે.ખરેખર કોરોનામા કોલેજો બંધ હતી ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે ટેબ્લેટની જરૂર હતી.

ત્યારે જ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા ન હતા.ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણના બેથીઅઢી લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવે છે અને જેમાં વિદ્યાર્થીઓનું કોલેજ લેવલે એક હજાર રૂપિયા લઈને રજિસ્ટ્રેશન કરવામા આવે છે.

2019-20માં જાન્યુઆરીમાં એકથી દૃોઢ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાયા હતા, પરંતુ 70થી80 હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી હતા અને કંપની પાસેથી હજુ બાકીનો જથ્તો આવે અને વિદ્યાર્થીોને વિતરણ થાય.

ત્યાં માર્ચમાં કોરોનાની શરૂઆત થતા લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા ન હતા.

Read About Weather here

સરકાર દ્વારા અપાતા ટેબ્લેટ દેશ બહારની ચાઈનિઝ કંપનીના હોવાની ફરિયાદોને પગલે ભારે વિવાદ થયો હતો અને ત્યારબાદ સરકારે ઓર્ડર પણ કેન્સલ કરવો પડયો હતો.(3.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here