16મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ !!

16મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ !!
16મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ !!

જીટીયુમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યા


જીટીયુ દ્વારા વિગતવાર પરીક્ષાઓનો કાર્યક્રમ થોડા દિવસો પછી જાહેર થશે. જીટીયુ દ્વારા તમામ કોલેજોને પરીક્ષાની તારીખને લઈને વિદ્યાર્થીઓને સૂચના આપવા સકર્યુલર કરવામાં આવ્યો છે.

જીટીયુની સૂચના મુજબ બી.આર્કિટેકચરમાં આર્કિટેકચર ડિઝાઈન અને ડિઝાઈન સ્ટુડિયો વિષયની અને એમ.ઈ-એમ.ફાર્મના ડિઝર્ટેશન વિષયની એક્સટર્નલ પરીક્ષાઓ શરૂ જીટીયુ દ્વારા જ લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે અન્ય તમામ કોર્સમાં એક્સટર્નલ પ્રેક્ટિકલ-વાયવા જે તે કોલેજની નક્કી કરાયેલી ફેકલ્ટી દ્વારા લેવાશે. વિવિધ કોર્સમાં જે તે કોલેજે ટર્મ પુરી થયાના 15 દિવસમાં એક્ટર્નલ પ્રેક્ટિકલ-વાયવા પૂર્ણ કરી દેવાના રહેશે.

જીટીયુ દ્વારા આગામી શિયાળુ સત્રની સેમેસ્ટર પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ દિવાળીનું વેકેશન પૂર્ણ થતા જ 16મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થશે.

જે તમામ ઓફલાઈન મોડમાં જ લેવાશે. કોરોનાને પગલે જીટીયુ દ્વારા 2019- 2020ની ઉનાળુ સત્રની પરીક્ષાઓ તેમજ 2020-21ની શિયાળુ સત્રની પરીક્ષાઓ અને ઉનાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે લેવામાં આવી હતી.

જીટીયુ દ્વારા લગભગ દોઢ વર્ષથી ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લઈ રહી છે.

ત્યારે હવે જીટીયુ દ્વારા આગામી શિયાળુ સત્રની પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામાં આવશે. 2021-22ના શૈક્ષણિક વર્ષની વિવિધ કોર્સની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓની તારીખ જાહેર કરવામા આવી છે. જે મુજબ 16મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થશે.

Read About Weather here

પ્રથમ તબક્કામાં ડિગ્રી-ડિપ્લોમાના કોર્સીસની 5થી8 સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાશે. તબક્કાવાર પરીક્ષાઓ લેવાશે અને જાન્યુઆરી સુધી પરીક્ષાઓ ચાલશે.આ વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના મોડા પ્રવેશને લીધે તેઓની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ જાન્યુઆરી અંત કે ફેબ્રુઆરીમાં થશે.(3.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here