15 ઓગસ્ટના અમદાવાદ-મુંબઇની મુસાફરી કરનાર મુસાફરોને મળશે એક નવી ભેટ…

15 ઓગસ્ટના અમદાવાદ-મુંબઇની મુસાફરી કરનાર મુસાફરોને મળશે એક નવી ભેટ... ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર
15 ઓગસ્ટના અમદાવાદ-મુંબઇની મુસાફરી કરનાર મુસાફરોને મળશે એક નવી ભેટ... ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર

ગુજરાતમાં વંદેભારત ટ્રેન, શતાબ્દિ વગેરેને ઘણી સફળતા મળી છે, પરંતુ તેની સ્પીડ ઓછી છે તેવી ફરિયાદ હતી. 160 કિમીના બદલે વંદેભારત ટ્રેન માત્ર 130 કિમીની મહત્તમ ઝડપે દોડતી હતી. હવે ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે.

15 ઓગસ્ટના અમદાવાદ-મુંબઇની મુસાફરી કરનાર મુસાફરોને મળશે એક નવી ભેટ… મુસાફરી

15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની મુસાફરીમાં ઓછો સમય લાગશે. 15 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પરની તમામ ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત, શતાબ્દી, આઈઆરસીટીસી તેજસ, ડબલ ડેકર અને દિલ્હી-મુંબઈ રાજધાની જેવી ટ્રેનોની ઝડપ 130 કિમી પ્રતિ કલાકથી વધીને 160 કિમી પ્રતિ કલાક થઈ જશે. રેલવે પ્રશાસને આ અપગ્રેડેશન માટેના એક્શન પ્લાનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

15 ઓગસ્ટના અમદાવાદ-મુંબઇની મુસાફરી કરનાર મુસાફરોને મળશે એક નવી ભેટ… મુસાફરી

મુંબઈ-અમદાવાદ રૂટ પર, વિરાર અને સુરત વચ્ચે અને પછી અમદાવાદ સુધી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડશે. મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધીની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક અને બોરીવલી અને વિરાર વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની હશે.

15 ઓગસ્ટના અમદાવાદ-મુંબઇની મુસાફરી કરનાર મુસાફરોને મળશે એક નવી ભેટ… મુસાફરી

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, મિશન રફ્તાર પહેલ હેઠળ, રેલવેએ અગાઉ મોટા શહેરો વચ્ચે ટ્રેનની ઝડપ વધારવાની યોજના બનાવી હતી. કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટી જુલાઈ 2024માં સ્પીડ અપગ્રેડને મંજૂરી આપવા માટે નિરીક્ષણ હાથ ધરશે. ત્યાર પછી આ ટ્રેનોની ઝડપ વધારવાને લીલી ઝંડી આપવામાં આવશે.

15 ઓગસ્ટના અમદાવાદ-મુંબઇની મુસાફરી કરનાર મુસાફરોને મળશે એક નવી ભેટ… મુસાફરી

વેસ્ટર્ન રેલ્વેએ ટ્રેનોની સ્પીડ વધારવા માટે આ સમગ્ર રૂટને ખૂબ જ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવ્યો છે. આ માટે ટેક્નોલોજીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. કવચ ટેક્નોલોજીનો અમલ કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડે ડિવિઝનલ રેલવે મેનેજર્સ (ડીઆરએમ)ને 30 જૂન સુધીમાં આવશ્યક ટ્રેક બ્લોક સહિત તમામ બાકી કામો પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.

15 ઓગસ્ટના અમદાવાદ-મુંબઇની મુસાફરી કરનાર મુસાફરોને મળશે એક નવી ભેટ… મુસાફરી

ટ્રેનોની સ્પીડ 130 થી વધીને 160 કિમી પ્રતિ કલાક થઈ ગયા બાદ વંદે ભારત એક્સપ્રેસ જે હાલમાં 5.25 કલાક લે છે તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે તેનો મુસાફરીનો સમય ઘટાડીને 4.40 કલાક કરશે. તેવી જ રીતે, શતાબ્દી એક્સપ્રેસનો પ્રવાસ સમય 5.50 કલાકથી ઘટીને 4.50 કલાક થઈ જશે.તેજસ એક્સપ્રેસનો પ્રવાસ સમય 6.25 કલાકથી ઘટીને 5.50 કલાક થશે. ડબલ ડેકર મુસાફરીનો સમય 6.55 કલાકથી ઘટીને 6.15 કલાક થશે અને મુંબઈ-દિલ્હી રાજધાની મુસાફરીનો સમય 15.32 કલાકથી ઘટાડીને 12 કલાક થઈ જશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here