હોમિયોપેથી ડોક્ટર દ્વારા બુસ્ટર દવાનું વિતરણ

હોમિયોપેથી ડોક્ટર દ્વારા સુદામડા, ચોટીલા, ચુડા કોવિડ સેન્ટરમાં ઇમ્યુનિટી બુસ્ટર દવાનું વિતરણ કરાયું.

હાલ ની કોરોના મહામારી માં અનેક લોકોએ જાન ગુમાવી છે. કોરોના સામે લાડવા માટે અનેક સંસ્થાઓ, અધિકારીઓ તથા અલગ અલગ સરકારી કચેરીઓ દ્વારા પ્રયત્નો કરી રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આયુર્વેદ અધિકારી,આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર ના માર્ગદર્શન હેઠળ વઢવાણ તાલુકાના ખજેલી ના હોમિયોપેથી મેડિકલ ઓફિસર ડૉ. રાજેશ ચૌહાણ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા, સુદામડા તેમજ ચોટીલાના કોવિડ કેર સેન્ટરમાં હોમીઓપેથીક દવા ઇમ્યુનિટી બુસ્ટર આર્સેનિક આલ્બમ-30 નું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં કોવિડ સેન્ટર માં સારવાર લઈ રહેલ દર્દીઓ, તેમના સગા સંબંધીઓ તથા હોસ્પિટલ સ્ટાફના ઓએ બહોળા પ્રમાણમાં હોમિયોપેથી દવાનો લાભ લીધો.

Read About Weather here

આ સેવાકીય પ્રવુતિ માં ધજાળા મેડિકલ ઑફિસર ડો કરણ મંડલી તથા દલપત ભાઈ પરમાર પણ હાજર રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here