હવે શબવાહિની ખુટી પડી ?

શબવાહિની
શબવાહિની

એક જ શબવાહિનીમા છ મૃતદેહને સ્મશાને લઇ જવાયા

Subscribe Saurashtra Kranti here

સુરતમાં કોરોના નો ભયાનક ચહેરો વધુ ભયાનક બની રહૃાો છે. સુરતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલાની અંતિમ વિધિ સુધી લઈ જવા શબવાહિની ખૂટી પડી છે. જેના કારણે એક શબવાહીની મા એક કરતા વધુ મૃતદેહને લઈ જવાની ફરજ પડી રહી છે.

અત્યાર સુધી સુરતના વિવિધ સ્મશાનગૃહમાં એક્ શબવાહિનીમાં બે મૃતદેહને લઇ જવાતા હતા પરંતુ આજે જહાંગીરપુરા સ્મશાનભૂમિ ખાતે એક શબવવાહિની મા એક સાથે છ મૃતદેહને લવાયા હતા. એક જ શબવવાહિનીમાં છ મૃતદેહને લવાતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે ૧૨ એપ્રિલ સોમવારના રોજ સુરતમાં સત્તાવાર ૧૮ અને જીલ્લામાં ૧મળી કુલ ૧૯નાં મૃત્યુ નોંધાયા છે. સિટીમાં નવા ૧૧૭૪ અને જીલ્લામાં ૨૯૫ મળી કોરોનાનાં નવા ૧૪૬૯ દર્દી નોંધાયા છે. શહેરના તમામ આઠે ઝોનમાં આજે પણ ૧૦૦થી વધુ કેસ નોધાયા છે. તો શહેરમાંથી વધુ ૬૨૭ અને ગ્રામ્યમાંથી ૧૬૧ મળી કુલ ૭૮૮ દર્દીને રજા અપાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here