સૂરતમાં કોરોના વિષ્ફોટ..!?, 500 બેડની 20 ખાનગી હોસ્પિટલને કોરોનામાં ફેરવાઈ

RAJKOT-CORONA-રાજકોટ
RAJKOT-CORONA-રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

તમામ હોસ્પિટલને ફરી કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી

સુરતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દર્દીઓની સારવાર માટેની તૈયારી શરૂ કરી છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં હોસ્પીટલોમાં બેડ વધારવા ઉપરાંત ખાનગી હોસ્પીટલોને કોવિડ હોસ્પીટલમાં ફેરવી નાંખવાની તૈયારી શરૂ કરી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સ્મીમેર હોસ્પિટલ ખાતે ૫૦૦ બેડની હોસ્પીટલ આગામી ૫ દિવસ કાર્યરત કરવાની તૈયારી કરી નાખી છે. આ ઉપરાંત ૨૦ જેટલી ખાનગી હોસ્પીટલ અગાઉ કોવિડ હોસ્પીટલ બનાવવામાં આવી હતી પણ કોરોનાના કેસો ઘટતાં તેમને સામાન્ય હોસ્પિટલ બનાવી દેવાઈ હતી. હવે આ તમામ હોસ્પીટલને ફરી કોવિડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી છે. સતત વધી રહેલા કેસના કારણે આ નિર્ણય લેવાયો છે.

Read About Weather here

સુરતમાં કોરોનાની સ્થિતિ સતત વકરી રહી છે. ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબ્રુઆરીના રોજ સુરતમાં ૪૬૨ એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં ૧૧૮૭ એક્ટિવ કેસ છે. સુરતમાં છેલ્લા ૧૫વસમાં એક્ટિવ કેસમાં અઢી ગણો વધારો નોંધાયો છે. બરાબર એક મહિના અગાઉ ૧૪ ફેબુ્રઆરીના રોજ સુરતમાં ૩૮ ક કેસ નોંધાયા હતા જ્યારે હવે છેલ્લા બે દિવસથી ૨૦૦થી વધુ કેસ સામે આવી રહૃાા છે. આ ઉપરથી જ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સ્થિતિ કેટલી વકરી છે તેનો અંદાજ મેળવી શકાય છે. સુરતમાં કોરોનનાા કુલ કેસનો આંક ૫૫,૮૨૯ જ્યારે કુલ મરણાંક ૯૭૮ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here