સુરતમાં વીજ કર્મીઓ ૭માં પગાર પંચનાં એલાઉન્સ સહિતની માંગને લઇ ૧૬મીથી આંદોલન

કાળીપટ્ટી સાથે મેદૃાને ઉતરીને તબક્કાવાર સીએલ પર પણ ઉતરશે

ગુજરાત ઊર્જા ક્ષેત્રની તમામ કંપનીઓના કુલ ૫૫ હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ સાતમાં પગાર પંચના એલાઉન્સ સહિતની માંગણીઓ સાથે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અગાઉ અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે ઉત્તરાયણ બાદ ૧૬મીથી કાળી પટ્ટી સાથે કામ કરીને બાદમાં માસ સીએલ સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૪૦% વેઈટેજ મુજબ બેઝીક સુધારેલ જ્યારે ઉર્જાક્ષેત્રના પાંચમા વેતન પંચના અમલ સમયે સદરતે એલાઉન્સ અકબંધ રાખવા ૩૦ટકા વેઈટેજ મુજબ બેઝીકમાં સુધારો કરેલ જેથી એલાઉન્સ બેઝિક સામે હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમના અન્ય વિભાગો સાથે સરખામણી કરીને મંજૂર કરી અટકાવી રાખેલ છે જે સંપૂર્ણ અન્યાયકર્તા છે. સંકલન સમિતિ તથા જીયુવીએનએલ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓના માન્ય યુનિયન આસોસિયેશન દ્વારા વારંવાર વિનંતી રૂપે પત્રો આપવા છતાં ઉર્જા ક્ષેત્રના ૫૫ હજાર જેટલા વીજકર્મચારીઓ અને અધિકારીશ્રીઓ- ઇજનેરશ્રીઓની નબળાઈ ગણીને અન્યાય થઇ રહૃાો હોવાથી સોળમી જાન્યુઆરીથી આંદોલન પર જવા માટે ફરજ પડી છે.