સુરતમાં ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેતા હર્ષ સંઘવી

સુરતમાં ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેતા હર્ષ સંઘવી
સુરતમાં ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેતા હર્ષ સંઘવી

ભાવવાહી દ્રશ્યો સર્જાયા: ગૃહ રાજ્યમંત્રીને જોઈ પરિજનો રડી પડ્યા

સુરતમાં ધરાર પ્રેમીનાં હાથે કરૂણ રીતે મૃત્યુને ભેટેલી નિર્દોષ યુવતી ગ્રીષ્મા વેકરીયાનાં પરિવારજનો સાથે આજે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી ગ્રીષ્માનાં નિવાસી સ્થાને પહોંચ્યા હતા અને પરિવારજનોને મળીને એમને શાંત્વના પાઠવી હતી. આ મુલાકાત સમયે પરિવારજનો રડી પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માનાં હત્યારા નરાધમ યુવક ફેનિલ ગોયાણીને ગઈકાલે જ સુરતની અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. ત્યારબાદ આજે ગૃહ રાજ્યમંત્રી ગ્રીષ્માનાં પરિવારને મળ્યા ત્યારે ખૂબ ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

Read About Weather here

ગ્રીષ્માનાં માતા- પિતા અને દાદીની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. જયારે એક તબક્કે હર્ષ સંઘવીએ રૂમાલથી દાદીમાંના આંસુ લૂછ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં આ ખૂબ જ માનવતાવાદી અને સંવેદનશીલ અભિગમની ચારેતરફ પ્રશંસા થઇ રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ ઘણો સમય પરિવાર સાથે વિતાવ્યો હતો અને પરિવારજનો સાથે વાતચીત કરી એમને હુંફ અને હિંમત પ્રદાન કર્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here