સુરતમાં એરપોર્ટના રનવે પર નડતર રૂપ મંદિરની મૂર્તિ હટાવાતા વિવાદ

સુરતના એરપોર્ટના રનવે પર નડતર રૂપ મંદિરની મૂર્તિ હટાવવામાં આવતા વિવાદ થયો છે. મૂર્તિને ધાર્મિક વિધિ મુજબ ખસેડવામાં ના આવતા વિવાદ થયો છે. આગામી સમયમાં જો એરપોર્ટ ઓથોરિટી માફી નહી માંગી તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરત એરપોર્ટ પર રન વે પર નડતર રૂપ મૂર્તિ ખસેડવા માટે એરપોર્ટ ઓથોરિટીએ સ્થાનિકોની મંજૂરી માંગી હતી. સ્થાનિકોએ શરતી મંજૂરી આપી હતી કે, મૂર્તિને વિધિ પ્રમાણે માન સન્માન સાથે ખસેડવામાં આવે.

એરપોર્ટ ઓથોરિટીએ મૂર્તિને તોડીને ફેકી દેતા સ્થાનિકોની લાગણી દૃુભાઇ હતી. સ્થાનિકોએ આ ઘટનાને હિન્દૃુ ધર્મનું અપમાન ગણાવ્યુ હતું અને આગામી સમયમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. સ્થાનિકોએ કહૃાુ કે, આ ખુબ જ મોટો અત્યાચાર છે અને આ અમે ક્યારેય ચલાવી લઇશુ નહી.કાલ ચાલીને આ લોકો અમારા ઘર પણ તોડી નાખશે. આ અમે સહન નહી કરીએ. સરકારે ધ્યાન રાખવુ જોઇએ.

જો આવુ ને આવુ ચાલ્યુ તો આવનારા સમયમાં કોળી સમાજ પાંચ લાખની સંખ્યામાં આ રોડ પર આંદોલન પર ઉતરશે. આજ સુધી કોઇ નેતાનો સપોર્ટ મળ્યો નથી. અમે કોર્પોરેટર ધારાસભ્યોને ફોન કરીને બોલાવ્યા પણ અમારી પડખે કોઇ આવ્યુ નહતું.