શાહીનબાગમાં ફાયિંરગ કરનાર કપિલ ગુર્જર ભાજપમાં જોડાયો: વિવાદ થતા ભાજપો હાંકી કાઢ્યો

શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદૃા વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ૧ ફેબ્રુઆરીએ ગોળી ચલાવનારા કપિલ ગુર્જરે ભારતીય જનતા પાર્ટી જોઇન કરી લીધી છે. જો કે વિવાદ વધતા કપિલ ગુર્જરને ભાજપો હાંકી કાઢ્યો છે.અને તેનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે.

ફેબ્રુઆરીમાં દિલ્હી પોલીસે કહૃાુ હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ગુર્જરની તસવીરો છે. ત્યારે આપે તેને ભાજપની ગંદી રાજનીતિ ગણાવી હતી. મહત્વપૂર્ણ છે કે કપિલ ગુજ્જરે ૧ ફેબ્રુઆરીએ શાહીન બાગમાં ગોળીબાર કર્યો હતો, જે બાદ તેની ત્યાથી ધરપકડ કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ, રાજેશ દેવનું કહેવુ હતું કે શરૂઆતની તપાસમાં આરોપી કપિલ ગુર્જરના ફોનમાંથી કેટલીક તસવીરો મળી છે જેનાથી ખબર પડે છે કે તેનું આમ આદમી પાર્ટી સાથે કનેક્શન છે. પોલીસ અનુસાર, તેને ખુદ પણ જણાવ્યુ કે કપિલ અને તેના પિતાએ એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટી જોઇન કરી હતી. ફેબ્રુઆરીમાં મીડિયામાં સ્પષ્ટતા કરતા કેજરીવાલે કહૃાુ હતું કે જો તેનો આપ સાથે કોઇ સબંધ છે તો તેને ડબલ દંડ આપો.

મુખ્યમંત્રી કેજરીવાલે કહૃાુ હતું- મને નથી ખબર કે તે કઇ પાર્ટીનો છે, તેને કડક સજા મળવી જોઇએ. જો તેનો આપ સાથે કોઇ સબંધ હોય તો કાયદૃો જો ૧૦ વર્ષની સજાની વાત કહે છે તો તેને ૨૦ વર્ષની સજા આપો. રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઇ સમજૂતિ ના થવી જોઇએ.