શહેરમાં પતિએ પત્નીને જીન્સ પેન્ટ પહેરવા બાબતે તલાક આપવાની વાત કરતા ફરિયાદ

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ પોતાના પતિ તેમજ સાસરિયા સાથે શારિરીક તેમજ માનસિક ત્રાસ મળતો હોવાની ફરિયાદૃ નોંધાવી છે. લગ્નના બે વર્ષ બાદ પતિ તેમજ સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ થતા અંતે પરિણીતાએ પોલીસનો દરવાજો ખખડાવ્યો છે. પતિએ તેની પત્નીને કહૃાું હતું કે તારે જીન્સ પેન્ટ પહેરીને નોકરી જવાનું નહીં, નહીં તો તને તલાક આપીને તારા પિતાજીના ઘરે બેસાડી દઈશ એવી અવાર-નવાર ધમકીઓ આપતો હતો.

યુવતીએ શારિરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેજલપુરમાં રહેતી એક મહિલાએ પોતાના જ સમાજના એક વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પતિના આ ત્રીજા લગ્ન હતા. પરિણીતાએ લગ્ન પહેલા જ પોતાના પતિને પરિવાર સાથે નહીં પરંતુ બન્નેએ અલગ રહીશું તેવી ચોખવટ કરી હતી. જ્યાર બાદ બન્ને પરિણીતાના પિતાએ લઈ આપેલા એક લેટમાં રહેવા લાગ્યા હતા.શરૂઆતના ૨ વર્ષ સુધી બંને ખુશીથી રહેતા હતા,

પરંતુ ધીરે-ધીરે પતિ દ્વારા મહિલાને સાસરિયામાં રહેવા તેમજ મોર્ડન કપડાં ન પહેરવા બાબતે દૃબાણ કરવામાં આવતું હતું. પોતાની વાત ન માનવા પર પતિ દ્વારા તલાક આપી દેવાની ધમકીઓ મળતી હતી. સાથે જ પરિણીતાને નોકરી છોડવા માટે પણ દબાણ કરી મારઝૂડ કરતો હતો.