વાપીમાં 16 કિલો ગાંજા સાથે 4 ઇસમોની ધરપકડ

વાપી
વાપી

કેસની આગળની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાઇ હતી

Subscribe Saurashtra Kranti here

ઓરીસ્સાથી ગુજરાતના વાપી ખાતે કારમાં ચોરખાના બનાવી ગાંજા લાવતા ૪ ઇસમોની એસઓજીએ ધરપકડ કરી હતી. એસઓજીની ટીમે ઇનોવા કારમાં ચકાસણી કરતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી ૧૬.૨૪૧ કિલો ગ્રામ ગાંજો જેની કિંમત ૧,૬૨,૪૧૦ રૂપિયા હતી. પકડાયેલા ૪ આરોપી પાસેથી મોબાઈલના અને રોકડા મળી ૧૬,૮૦૦ રૂપિયા સાથે કુલ ૧૧,૭૯,૨૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની આગળની તપાસ વાપિ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાઇ હતી.

વલસાડ જિલ્લામાં નાર્કોટીક્સ પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા માટે આઇજી ડૉ.એસ.પી.રાજકુમાર અને જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ એસઓજી શાખાના પીઆઇ વી.બી.બારડ તેમની ટીમ સાથે શનિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે વાપી ગીતાનગર માનસી હોટલ પાછળ આવેલ મેજેસ્ટીક હોમ સોસાયટીના કમ્પાઉન્ડમાં ઇનોવા કાર નં.જીજે૧૫-સીએ-૭૧૦૧માં ચકાસણી કરતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી ૧,૬૨,૪૧૦ રૂપિયાની કિંમતનો ૧૬.૨૪૧ કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

Read About Weather here

એસઓજીની ટીમે કાર સાથે પકડાયેલા ૪ આરોપી પાસેથી ૪ મોબાઇલ રૂપિયા.૮,૦૦૦, તથા રોકડા રૂપિયા.૮,૮૦૦ અને કારની રૂપિયા ૧૦,૦૦,૦૦૦ ગણી કુલ રૂપિયા ૧૧,૭૯,૨૧૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ વાપિ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાઇ હતી. એસઓજીએ ઇનોવા કારમાં ગાંજા સાથે આરોપી શરીફ મોહંમદ સલીમ શેખ, અબ્દૃુલ રહેમાન જબ્બાર ખલીફા, મુરલીધર ઉર્ફે પપ્પુ દેવરાજ શેટ્ટી અને પ્રફુલ્લા ઉર્ફે પરૂ સનીયા શેટ્ટીની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here