વલસાડમાં અલગ રહેવાની બાબતે બબાલ: પત્ની બાદ પતિએ જીવન ટુંકાવ્યું

વલસાડના માલણવ ગામના આગર ફળિયામાં રહેતાં પટેલ દંપતીએ અલગ રહેવાની નજીવી બાબતની તકરાર બાદ ગળેફાંસો ખાઈ લેતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો તથા સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ વલસાડના માલવણ ગામના આગર ફળિયામાં રહેતાં રમેશભાઈ નાગરભાઈ પટેલ ખેતી કરવા ઉપરાંત અનાજ દળવાની ઘંટી ધરાવે છે.

તેઓ તેમની પત્ની કોકિલાબહેન પટેલ સાથે રહે છે. તેમનો પુત્ર પ્રફુલ (ઉં.૩૨) સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો. પ્રફુલની પત્ની પ્રિયંકા (ઉં.૨૭) તેમની ત્રણ વર્ષીય પુત્રી સાથે સાસુ સસરાથી અલગ રહેતી હતી. દંપતી વચ્ચે માતાપિતા સાથેથી અલગ રહેવા બાબતે છેલ્લા કેટલાક દિવસથી તકરાર ચાલતી હતી. દરમિયાન રવિવારે સવારે પ્રફુલ તેના ખેતરમાં ગયો હતો.

આ દરમિયાન પત્ની પ્રિયંકા છતની હૂક સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી નાયલોનની દોરી કાપી, પત્નીની લાશ નીચે ઉતારી લીધી હતી. જે બાદ પ્રફૂલે પણ છતની હૂક સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ રહીશોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બાબતે મૃતકના પિતા રમેશભાઈ પટેલે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.