વડોદરામાં પતિ બીમારી છુપાવીને લગ્ન કર્યા બાદ પત્નીને ત્રાસ આપતા ફરિયાદ

’હું તારી સાથે પ્રેમલગ્ન કરીને ફસાઈ ગયો છું, જો મારાં માતા-પિતા તને ક્યારેય વહુ તરીકે સ્વીકારશે નહીં. જો તારે શાંતિથી રહેવું હોય તો મારા પરિવારે મારા માટે વિદૃેશ ભણવા જવા માટે કરેલો ખર્ચ અને લાવી આપેલી કારના રૂપિયા ૩૦ લાખ પિયરમાંથી લઇ આવ,’ એમ જણાવી ત્રાસ આપતા એન્જિનિયર પતિ સહિત સાસરિયાં સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે મારી ગર્ભાવસ્થા દરમિયાન બાળક જન્મ લે એ પહેલાં જેઠાણીએ તાંત્રિક વિધિ કરીને બાળકને મારી નાખવાના પ્રયાસો કર્યા હતા. વડોદરા શહેરના અટલાદરા ખાતે પિયરમાં રહેતાં પ્રીતિબહેને(નામ બદૃલ્યું છે) મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે પ્રીતિબહેનના લગ્ન ફેબ્રુઆરી-૨૦૧૨માં ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલા ૩, નવજ્યોત સોસોયાટીમાં રહેતા હાર્દિકકુમાર હેમાભાઇ તાવિયાડ સાથે થયા હતા.

લગ્નમાં પરિવાર તથા સંબંધીઓ તરફથી ફ્રિજ, એ.સી., ટી.વી., બેડ, ઓવન, સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરી સામાન આપવામાં આવ્યો હતો. લગ્નના ૬ માસ સુધી પતિ અને સાસુએ સારી રીતે રાખી હતી. ત્યાર બાદૃ પતિને અવારનવાર પેટમાં દુખાવો થતો હતો. પેટમાં દુખાવાનું કારણ પતિને પૂછતાં તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો, જેથી પરિવારને પૂછતાં જણવા મળ્યું કે પતિને પેનક્રાઇટીસની બીમારી છે અને એનું ઓપરેશન કરાવેલું છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે પતિ હાર્દિકકુમાર પોતાની બીમારી છુપાવી પ્રેમમાં ફસાવીને લગ્ન કર્યા હતા.

પતિને જ્યારે પૂછ્યું કે તમને પેટની બીમારી હતી તો મને લગ્ન પહેલાં કેમ જાણ ન કરી ? ત્યારે પતિએ મારઝૂડ કરી હતી. એ સાથે સાસુએ કહૃાું, ’અમારા દીકરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધા. તું અમારા પરિવારને લાયક નથી, એમ છતાં મારા દીકરાની મરજી આગળ વિવશ થઈને તને આ ઘરમાં લગ્ન કરીને લાવ્યાં છે’ અને અમારા દીકરાને વિદેશ ભણાવવા પાછળ ૧૫થી ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમજ રૂપિયા ૧૦ લાખની કાર લાવી આપી છે. આમ, કુલ રૂપિયા ૩૦ લાખ ખર્ય કર્યો છે. તેમ છતાં તારા પિતાએ કરિયાવરમાં કશું આપ્યું નથી અને અમારી સાથે સવાલ-જવાબ કરે છે.