વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી અને નડ્ડાની જાહેરસભા યોજાશે!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે અને પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના રાષ્ટ્રીય નેતાઓની જાહેરસભા અને રોડ શોના આયોજન નક્કી કરી નાખ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.19થી ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે અને 30 જેટલી વિધાનસભાને આવરી લેતા તેમના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં તા.20ના સોમનાથ મંદિરે જઇ દર્શન કરશે અને ત્યારબાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધશે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આગામી તા.21ના રાજકોટ આવશે અને શાસ્ત્રી મેદાનમાં તેમની જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે,રાહુલ ગાંધીની જાહેરસભાના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઇન્ચાર્જ રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા છે.

Read About Weather here

આજે રાજકોટ શહેરની ત્રણ બેઠક પર ભાજપ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, વિધાનસભા-68માં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, રાજકોટ-69માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને વિધાનસભા-70માં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની જાહેરસભા યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here