લુણાવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોજા-૩ બેઠક પર પત્નીએ જીત મેળવી

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓના પરિણામો જાહેર થઈ રહૃાાં છે. ત્યારે જીતેલા ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઉજવણી કરી રહૃાાં છે. આ ઉજવણીમાં મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની ભોજા-૩ બેઠક પર એક રસપ્રદ બાબત જોવા મળી છે. લુણાવાડાની સાયન્સ કોલેજમાં મતગણતરી કેન્દ્ર પરથી જીતેલા ઉમેદવારો ઉજવણી માટે બહાર આવી રહૃાાં હતાં.

આ ઉમેદવારોમાં ભાજપના ઉમેદવાર ભાવનાબેન પટેલ પણ હતાં. જેઓ ભોજા-૩ બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યાં છે. અહીં રસપ્રદ બાબત એ હતી કે જીત ભાવના બેનની થઈ હતી અને વિજય સરઘસ તેમના પતિ યોગેશ પટેલનું નીકળ્યું હતું. ભોજા-૩ બેઠક પર ભાજપના ઉમેદૃવાર ભાવનાબેન પટેલ ચૂંટણી જીતી ગયાં હતાં. તેની જાણ થતાં જ તેમના સમર્થકો અને કાર્યકરોએ ઉજવણી શરુ કરી દીધી હતી.

આ સમયે ગણતરી સ્થળ પર ભાવનાબેનના પતિ યોગેશભાઈ અને તેમના ટેકેદારો હાજર હતાં. જેવી ભાવના બેનના વિજયની જાહેરાત થઈ કે તરત જ તેમના પતિને ટેકેદારો અને સમર્થકોએ ખભે બેસાડીને કોલેજથી લઈને છઁસ્ઝ્ર સુધી ઢોલ સાથે વિજય રસઘસ કાઢ્યું હતું. આ જોઈને એવું લાગતું હતું કે જાણે યોગેશભાઈ જાતે ચૂંટણી જીતી ગયાં છે.