રેમડેસીવીરની કાળા બજારી કરતા 2 શખ્સોની ધરપકડ

SOG arrest 2 persons for Black Marketing રેમડેસીવીર
SOG arrest 2 persons for Black Marketing રેમડેસીવીર

મનીષ સિંહની કંપનીમાં સરકારે રેમડેસીવીર ઇન્જેક્શનના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો હોવાથી તૈયાર પ્રોડક્શન એમ જ પડેલું હતું

કોરોના મહામારીમાં અક્સીર ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા શખ્સની વલસાડ SOGની ટીમે ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ જરૂરિયાતમંદ દર્દીને એક ઇન્જેક્શનના ૧૨ હજાર રૂપિયા લેખે વેચી કાળા બજારી કરતો હતો.

Subscribe Saurashtra Kranti here

દેશમાં વકરેલી કોરોના મહામારી સમયે રેમડેસીવીર ઇન્જેક્શનની તંગી વર્તાઈ હોવાથી તેનો લાભ ઉઠાવી કેટલાક શખ્સો આ ઇન્જેક્શનની કાળા બજારી કરે છે. આવા જ ૨ શખ્સોની વલસાડ SOGની ટીમે ધરપકડ કરી છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે, તેમની SOGની ટીમે બાતમી આધારે એક ફર્નિચરનો વેપારી અને બીજો કંપનીના મેનેજરની ૧૮ રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલા શખ્સ વરુણ સુરેન્દ્ર કુન્દ્રા વાપીમાં ફર્નિચરની દૃુકાન ધરાવે છે. જેની મિત્રતા દમણમાં રેમડેસીવીર બનાવી વિદેશમાં એક્સપોર્ટ કરતી બૃક ફાર્મા કંપનીના મેનેજર મનીષ સિંહ સાથે છે. હાલમાં મનીષ સિંહની કંપનીમાં સરકારે રેમડેસીવીર ઇન્જેક્શનના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો હોવાથી તૈયાર પ્રોડક્શન એમ જ પડેલું હતું, જે અંગે વરુણને જાણ થઈ હતી. વરુણે આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચી કમાઈ લેવાની લાલચે મનીષ સિંહ પાસે માગ્યા હતા. જેને તે ૧૨,૦૦૦ના ભાવે જરૂરિયાતમંદ દર્દીને વેચવા માટે લેતો હતો.

Read About Weather here

આ બાતમી આધારે વલસાડ SOGની ટીમે નકલી ગ્રાહક બની વરૂણનો સંપર્ક કર્યો હતો. SOGની ટીમે વરુણ પાસે ૧૨ ઇન્જેક્શન માગ્યા હતાં. જેની કુલ કિંમત ૧.૪૪ લાખ નક્કી કરી હતી. જે બાદ વરુણ તે ઇન્જેક્શન આપવા આવ્યો ત્યારે તેને દબોચી લીધો હતો. તેમજ ઇન્જેક્શન આપનારા બૃક ફાર્માના મેનેજર મનીષ સિંહને બોલાવી તેમની પાસેથી વધુ ૬ ઇન્જેક્શન કબ્જે કરી બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here