રાજ્યમાં એકા એકા ફરી ઠંડીનો ચમકારો

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

પશ્ચિમથી ઉતર-પશ્ર્ચિમના પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો: ઠંડી મે ગરમી કા અહેસાસથી ઘરેઘરે માંદગીના ખાટલા

ગઈકાલ સાંજથી રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના સૌરાષ્ટ્ર અને ગુજરાતના શહેરોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગરમી વધવાને બદલે અચાનક તાપમાન ઘટી ગયું છે અને લોકો ફરી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન ખાતાએ જણાવ્યા મુજબ પવનની દિશા બદલાતા મોસમોનો મિજાજ પણ પલટાયો છે. તાપમાનમાં ફેરફારો થયા અને ઠંડી વધી ગઈ છે. પશ્ચિમ તરફથી ઉતર-પશ્ર્ચિમના પવનનો ફૂકાવા લાગતા ઠંડી મે ગરમી કા એહેસાસ જેવું થઇ રહ્યું છે. પરિણામે રોગચાળો પણ વધી ગયો છે અને ઘરેઘરે માંદગીના ખાટલા દેખાય રહ્યા છે.