રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લંબાવાયો

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંના સમયમાં 2 કલાકની છૂટ અપાઈ હતી

સમયની રાહત પણ રદ્દ, રાત્રે 10 થી સવારના 6 રાત્રી કર્ફ્યું: અમદાવાદના 8 વોર્ડમાં રાત્રે 10 પછી તમામ પ્રકારની દુકાનો રેસ્ટોરાં, હોટલો, ગલ્લા બંધ કરવાનો આદેશ

કોઇપણ ભોગે કોરોનાને કાબુમાં લો : મ્યુ.કમિશનરોને આદેશ

વધતા જતા કોરોનાના સેક્ધડવેવથી સરકાર હરકતમાં, જયંતિરવિ પાસેથી આરોગ્ય ખાતું લઇ લેવાતા અનેક અટકળો: સુરત, વડોદરા, અમદાવાદમાં બેફામ બન્યો કોરોના, રાજ્યમાં એક દિવસમાં 800થી વધુ કેસ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમહાનગરો સહિતના રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોરોના મહામારી એકાએક બેકાબુ બની રહી હોવાથી રાજ્ય સરકાર એકદમ હરકતમાં આવી ગઈ છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યું 31 માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યો છે અને અગાઉ સમયમાં આપાયેલી રાહત પણ પાછી ખેચી લેવામાં આવી છે. અગાઉની જેમ ફરી રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું અમલમાં રહેશે. તેવું રાજ્ય સરકારે જાહેર કર્યું હતું.

બપોરે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે એ અંગેનો સંકેત આપી જ દીધો હતી. તેમણે કહ્યું હતું કે, કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લંબાવી દેવાશે એટલું જ નહી પણ જરૂર પડી તો અન્ય વિસ્તારોમાં પણ નાઈટ કર્ફ્યું લગાવી દેવાશે.

રાજ્ય સરકારે આજે બે મહત્વના નિર્ણયો લીધા હતા જે દર્શાવે છે કે, કોરોનાના સેક્ધડવેવને સરકાર ગંભીરતાથી લઇ રહી છે. આરોગ્ય સચિવ ડો.જયંતિરવિ પાસેથી આરોગ્ય વિભાગ લઇ લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ કોઈપણ ભોગે કાબુમાં લેવા તમામ મ્યુ.કમિશનરોને આદેશ આપ્યો છે. રાજ્યમાં 304 ધનવંતરી રથ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. કોરોનાને કાબુમાં લેવા શક્ય તમામ પગલા લેવા મહાનગરોના કમિશનરોને તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ સહિતના 4 મહાનગરોમાં નાઈટ કર્ફ્યુંના સમયમાં 2 કલાકની છૂટ અપાઈ હતી જે પાછી ખેંચી લેવાય છે. હવે રાતના 10 થી સવારના 6 સુધી કર્ફ્યું રહેશે.

Read About Weather here

અમદાવાદમાં આજે 205 કેસ, સુરતમાં 240 અને રાજકોટમાં 79 નવા કોરોના કેસો નોંધાયા હતા. સુરતમાં પરિસ્થિતિ દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. વધુ 37 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત થઇ ગયા છે. પરિણામે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ફરીથી તાત્કાલિક કોવીડ હોસ્પિટલ શરુ કરવમાં આવી છે. 5 દિવસમાં જ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદમાં 8વોર્ડમાં રાત્રે 10 પછી દુકાનો, ચા-પાનના લારી ગલ્લા અને દુકાનો તથા રેસ્ટોરાં અને ખાણીપીણી બજારો બંધ કરી દેવાનો અમદાવાદ મનપાએ આદેશ આપ્યો છે. વિખ્યાત માણેક ચોકને રાયપુર દરવાજાની ખાણીપીણી બજારો પણ રાત્રે 10 પછી બંધ કરી દેવાની રહેશે. આ 8 વોર્ડમાં જોધપુર, બોડક દેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા, નવરંગપુરા વગેરેનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here