રાજુલામાં ટ્રેલર હડફેટે ચડતા સિંહનું મોત

lion-death-રાજુલા
lion-death-રાજુલા

Subscribe Saurashtra Kranti here

રાજુલા બૃહદગીર રેન્જમાં આવેલ ધારાનાનેશ ગામ નજીક આવેલ ધાતરવડી નદી કાંઠે સિંહનો મૃત્તદેહ મળી આવ્યો

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત રહૃાો છે. અગાઉ પ્રથમ પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહનું મોત થયા પછી પીપાવાવના ઉત્સવ પાર્કિંગમાં ટ્રેલર હડફેટે સિંહનું મોત થયું હતુ. જેમાં આજે વધુ એક સિંહનુ મોત થયુ છે.

જેમાં મોત થયેલા સિંહની ઉંમર ૧ થી ૩ વર્ષ હોવાનું વનવિભાગનું અનુમાન છે. આજે રાજુલા બૃહદગીર રેન્જમાં આવેલ ધારાનાનેશ ગામ નજીક આવેલ ધાતરવડી નદી કાંઠે સિંહનો મૃત્તદેહ મળી આવ્યો છે. જયારે વનવિભાગ ઘટના સ્થળે પહોચતા વનવિભાગ પણ ચોકી ઉઠ્યું છે. અન્ય સિંહના ગ્રુપ એકઠા થતા ઇન્ફાઇટ થઈ હોવાનું જાણવા મળી રહૃાું છે. ઇન્ફાઇટના કારણે સિંહનું આખું મોઢું ખવાયું છે.

Read About Weather here

જયારે ઇન્ફાઇટમાં સિંહોની ધમાલ બરાબરની સર્જાય હતી. તેમજ વનવિભાગના સૂત્રો પાસેથી જાણકારી પ્રમાણે અન્ય રેન્જનો નર સિંહ આ વિસ્તારમાં આવ્યો હોઇ શકે છે. જેના કારણે ઇન્ફાઇટ સર્જાઇ હોય ત્યારે આજે ત્રીજા સિંહના મોતથી સિંહો અસુરક્ષિત હોવાના સવાલો ઉઠી રહૃાાં છે. એશિયાટી સિંહ ગુજરાતની શાન છે. જયારે રાજુલા જાફરાબાદૃ પંથકમાં સિંહોની સંખ્યા વધી રહી છે અને મહત્વનો સ્ટાફ ઘટી રહૃાો છે. જેના કારણે સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહૃાાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here