રાજકોટમાં યુવકે ૧૭ વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી, હવસનો શિકાર બનાવતા ધરપકડ

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક મંછાનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અજય ભુપત દૃુધરેજીયાએ ૧૭ વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી. તરુણી ઘરે એકલી હોય ત્યારે સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હવસનો શિકાર બનાવતો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં તરુણીની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ લગાડી આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. તરુણીની માતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને કુલ ૬ સંતાન છે અને ૬ સંતાન પૈકી ૧૭ વર્ષની તરુણી છેલ્લા ૧ વર્ષથી અજય સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી.

ગત ૧ માર્ચના રોજ તરુણી ઘરે એકલી હતી અને આ સમયે અજયે ઘરે આવી બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધવા કહૃાું હતું. જોકે તરૂણીએ ઇનકાર કરતા મારી નાખવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તરુણી જ્યારે પણ ઘરે એકલી હોય ત્યારે તે આવી બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું. પુત્રીની આપવીતી સાંભળી આખરે માતાએ ફરિયાદ કરવા નિર્ણય કર્યો હતો.

આથી બી ડિવિઝન પોલીસ ખાતે પહોંચી આરોપી અજયએ ૪થી ૫ વાર બળજબરી પૂર્વક તરુણી સાથે બળજબરી પૂર્વક દૃુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ બી ડિવિઝન પોલીસે અજય વિરુદ્ધ પોકસો અને દૃુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી અટકાયત કરી મેડિકલ ચેકઅપ કરાવવા સહિત કાર્યવાહી હાથ ધરી છે.