રાજકોટમાં માં અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડની કામગીરી ઠપ્પ

3 મહિનાથી પગાર ન મળતા કર્મીચારીઓ રોષે ભરાયા

જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ પર જવાની ચીમકી આપી : કલેકટરને આવેદન પાઠવી રજૂઆત

રાજકોટમાં મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડની કામગીરી આજે ઠપ્પ થતા અરજદારો મુશ્કેલીમાં મૂકાયા છે. રાજકોટમાં 5 કેન્દ્રો પર કામગીરી કરતા કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી. આથી આજે રોષે ભરાયને કર્મચારીઓ કામથી અળગા રહ્યાં છે. અને કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે માં અમૃતમ કાર્ડની કર્મચારીઓની વેતન વધારાની નવાર છેલા ઘણા સમયથી આખા રાજકોટ શહેર ના અમૃતમ કાર્ડના કર્મચારીઓ ખુબ પરેશાની ભોગવી રહ્યા છે . અમારી માંગ છેલ્લા ઘણા વર્ષથી વેતન વધારા ની માંગ પૂરી કરી શક્યા નથી તેમજ નિયમ અનુસાર નિયમિત વેતન પણ મળતું નથી અવાર પણ કોમ્યુટરની બંધ રહે છે . તથા તેનું મેન્ટનેસનુ મહેનતાણું પણ અમોને હજુ સુધી મળેલ નથી , અને અમોને વેતન ખુબજ ઓછુ આપે છે . અને રાજકોટમાં માં અમૃતમ કાર્ડ ની કામગીરી ફક્ત પાંચ ( 5 ) કેન્દ્રો માજ થાય છે . આ માટે તેના કેન્દ્રો વધારવાની અમારી માંગ છે . આ માટે ઘણા બધા લાભાર્થીઓને કેન્દ્રો ઓછા હોવાથી મુશ્કેલી અનેક પડે છે . તેમજ લાભાર્થીઓને સમયસર આરોગ્ય માટેની હોસ્પીટલ માં લાભાર્થી પણ સમયસર મળી નથી શકતો જ્યાં સુધી માંગ પૂરી થાય ત્યાં સુધી હડતાલ પર જવાની ચીમકી આપી હતી. કાર્ડની કામગીરી ખોરવાતા અરજદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શહેરના તમામ 5 કેન્દ્રો પર કાર્ડ કાઢવાની કામગીરી બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમૃતમ કીટ સંચાલકોને છેલ્લા 3 મહિનાનો પગાર ન થતા કીટ ઓપરેટરોએ કામગીરી બંધ કરી છે. રાજકોટ શહેરમાં અમૃતમ કાર્ડ કઢાવવા આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. અરજદારોએ રોષ સાથે જણાવ્યું હતું કે, અમે દૂર દૂરથી રિક્ષા ભાડે કરીને આવ્યા છીએ. અહીં આવતા ખબર પડી કે કામગીરી બંધ છે. આથી અમારે તો ધરમનો ધક્કો થયો છે. હવે આ કામગીરી માટે અમારે કાલ ફરી આવવું પડશે. પૈસાની સાથોસાથ અમારો સમયનો પણ વેડફાટ થયો છે. કામ-ધંધા બંધ રાખી આવ્યા છીએ.