રાજકોટમાં ભાજપ યુવા પ્રમુખ અને પૂજારી વચ્ચે માથાકૂટ: વીડિયો વાયરલ

આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે. ત્યારે રાજકોટના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકો દર્શન અને પુજા માટે ઉમટી રહૃાાં છે. ત્યારે શહેરના આજી નદીના કાંઠે બિરાજમાન રામનાથપરા મંદિરમાં રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ અને પુજારી વચ્ચે પુજા અંગે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટના લાઇવ દ્રશ્યો કોઇએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો છે. રાજકોટ તાલુકા યુવા ભાજપના પ્રમુખે જીન્સ પહેર્યુ હોય અને પુજા ન કરવા દેતા માથાકૂટ થયાની ચર્ચા થઇ રહી છે.

વીડિયોમાં રાજકોટ તાલુકા ભાજપ યુવા પ્રમુખ અને પુજારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય તેવું જોવા મળી રહૃાું છે. આ સમયે મોટી સંખ્યામાં ભાવિકો પણ એકત્ર થયેલા જોવા મળે છે. માથાકૂટ થતા જ પોલીસ દોડી આવે છે અને યુવા ભાજપના પ્રમુખને પકડીને મંદિર બહાર જઇ જાય છે અને મામલો થાળે પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના રામનાથપરા મંદિરમાં કોઇ પણ વ્યક્તિ જીન્સ સાથે પુજા કરી શકતું નથી. પુજા કરવી હોય તો ધોતી પહેરવી ફરજીયાત છે. પરંતુ ભાજપના યુવા પ્રમુખ આ વાત સમજી શક્યા નહીં અને પુજારી સાથે બાખડી પડે છે.