રાજકોટની બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીમાં રકતદાન કેમ્પ યોજાયો

મહાનગરપાલિકા દ્વારા સંચાલિત

સરકારી હોસ્પિટલના થેલેસેમિયા પીડિત બાળકો, કેન્સર અને કીડનીના દર્દીઓના લાભાર્થે 77 લોકોએ રકતદાન કર્યુ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી ડે. કલેકટર પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગ્રુપ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, બાપા સીતારામ ચોક પાસે,પેરેડાઇઝ હોલ સામે, રૈયા રોડ પર તા.4 માર્ચ સવારે 10 કલાકથી બપોરે 2 કલાક દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કમલેશ મીરાણી, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, વિક્રમ પુજારા, મંત્રી રાજકોટ શહેર ભાજપ, પુષ્કર પટેલ, જીતુભાઇ કાટોળીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, વોર્ડ નં.-9 ના કોર્પોરેટર તથા પ્રદિપભાઇ નિર્મળ, પ્રમુખ વોર્ડ નં., હિરેનભાઇ સાપરીયા, મહામંત્રી વોર્ડ નં.-9 , એસીપી દીયોરા તથા આ કેમ્પને સફળ બનાવનાર વિનયભાઇ જસાણી, અજયસિંહ જાડેજા તથા સર્વે ના હસ્તે કરવામાં આવેલ તથા હાજર રહેલ સર્વેનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પ સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા થેલેસેમિયાના બાળકો માટે લોહીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે યોજાયેલ, જેમાં લાઇબેરીના સભ્યો તથા શહેરના કુલ 77 નાગરિકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ. આ પ્રસંગે બ્લડ ડોનેટ કરનાર નાગરિકોનું સરકારી હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે સામાજીક સેવાના ભેખધારી એવા વિનય જસાણી દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવેલ સાથે સાથે લાઇબ્રેરીયન એન. એમ. આરદેશણા તથા આસી. લાઇબ્રેરીયન એસ, પી. દેત્રોજા, માનવેન્દ્રસિહં જાડેજા સીનીયર ક્લાર્ક તથા સ્ટાફ દ્વારા ખુબ મહેનત કરવામાં આવેલ.