મોરબીમાં રાજકીય પાર્ટીઓ ચિંતામાં: ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

મોરબી માળિયા વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ મતદારોમાં નારાજગીના કિસ્સા પણ સામે આવી રહૃાા છે. અગાઉ કાલિકા પ્લોટ વિસ્તારમાં મતદારોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા બાદ હવે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૧૨માં આવેલ વાડી વિસ્તાર બોરીયાપાટી દ્વારા પણ ચુંટણી બહિષ્કારના બેનરો મારી દૃીધા છે. આ વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ તંત્રએ ઠાગાઠૈયા કરતા મતદારોએ નારાજ થઇ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૧૨માં આવેલ બોરિયાપાટી વિસ્તારમાં આ પેટા ચુંટણીનો બહિષ્કાર કરતા બેનરો મારી દેવામાં આવ્યા છે. ૩૫૦૦ જેટલી વસ્તી અને ૨૨૦૦ જેટલું મતદાન ધરવતા આ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાડી વિસ્તાર તરીકે ઓળખાતા બોરિયા પાટી વિસ્તારમાં રોડ રસ્તા, ગટર, પીવાનું પાણી જેવી સુવિધાઓનો સદૃંતર અભાવ છે અને વારંવાર રજુઆતો કરવા છતાં કોઈએ આ વિસ્તારના લોકોની હાલાકી ઓછી કરવા તરફ ધ્યાન આપ્યું જ નથી અને તેથી જ હવે આ વિસ્તારના લોકો માં ભારે રોષ છે અને તેથી જ અહી ના લોકોએ ચૂંટણી સમયે જ નેતાઓ પર ભારે દબાણ લાવવા માટે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે ત્યારે એક પછી એક વિસ્તાર જેમ ચુંટણી સમયે જ નારાજગી વ્યક્ત કરી રહૃાા છે તે જોતા રાજકીય પક્ષોના ગણિતને ભારે નુકશાન થવાની આશંકાથી નેતાઓની ઊંઘ હરામ થઇ ગઈ છે.