મોરબીમાં ઇન્કમટેક્સના દરોડા

બે સિરામિક એકમો પર સર્ચ, બેનામી વ્યવહારો ખુલ્યા

શુક્રવારે રાજકોટ ઈન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વીંગે મોરબીમાં ઈટાકોન અને ટેકઓન સિરામિક પર સર્ચ ઓપરેશન ખુલ્યું હતુ. આ કંપનીની એક પેઢી ચેન્નાઈમાં કે.એ.જી.ના નામથી ચાલે છે. જ્યાં ઈન્કમટેકસની રેડ પડી હતી અને ત્યાં તપાસ કરતા પેઢીનું કનેકશન મોરબી સુધી ખુલ્યું હતું અને મોરબીમાં આઈટીની ટીમ ત્રાટકી હતી. આખી રાત તપાસ ચાલી હતી જેમાં પ્રાથમિક તપાસમાં રોકડમાં થયેલા બિનહિસાબી વ્યવહારો ખુલ્યા હતા.

તપાસનીશ અધિકારીના જણાવ્યાનુસાર આ પેઢી દ્વારા રોકડમાં જ વ્યવહારો કરીને ટેક્સચોરી કરવામાં આવી હતી. પેઢી ઉપરાંત ઓફિસ સહિત કુલ ચાર સ્થળોએ ઈન્કમટેકસના અધિકારીઓએ રાતભર તપાસ કરી હતી. જો કે તપાસનો ધમધમાટ બે દિવસ ચાલશે જેથી વ્યવહારો, રોકડ મળી આવાવની શક્યતા અધિકારીઓએ વ્યકત કરી છે. તપાસ પૂર્વે ગુરૂવારે સાંજે જ રાજકોટ ઇન્કમટેક્સ ઓફિસ ખાતે અધિકારીઓને એકઠા કરી દેવામાં આવ્યા હતા અને અમદાવાદથી અધિકારીઓએ સવારથી જ કરચોરોને ઝડપી લીધા હતા.