મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદનામ કરવામાં આવી રહૃાો છે: અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાના આક્ષેપનો મામલે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં તેમણે જણાવ્યું હતુ કે મેં કોઈ જમીન પચાવી પાડી નથી જમીન પચાવી પાડ્યા હોવાના આક્ષેપો અલ્પેશ ઠાકોરે ફગાવ્યા હતા. અલ્પેશ ઠાકોરે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને ગેરકાયદૃે ઠેરવતા જણાવ્યું હતુ. મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદૃનામ કરવામાં આવી રહૃાો છે. મારી સામેના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ લગાવવામાં આવી રહૃાો છે.
વિરમગામના સિતાપુરમાં ૩૭ વિઘા જમીન પચાવવાનો આક્ષેપ થયો છે. ધમકી આપી ૩૭ વિઘા જમીન પચાવ્યાનો આક્ષેપ થી રહૃાો છે. નવઘણજી ઠાકોર નામના શખ્સે આક્ષેપ લગાવ્યા છે. આ મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહૃાો છે. નવઘણજીએ ઉમેર્યુ હતુ કે, હવે મારી પાસે કેસ લડવાના પણ પૈસા નથી. ધરમ કરતા ધાડ પડી છે. આ અંગનો લેટર નવઘણજી ઠાકોરે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેણે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ ઠાકોર સમાજનો ઉપયોગ કરીને પૈસા હડપે છે તે બહુરૂપિયા છે.
મારા દાદાના નામે ૩૭ વિઘા જમીન હતી તે અલ્પેશ ઠાકોર અને તેમના પિતાને અમે અમારું નામ દાખલ કરવા જમીન આપી હતી. અને તેમને જ્યાં કહૃાું ત્યાં અમે સહી કરી દૃીધી અને હાલ બધી જમીન તેમના નામે થઇ ગઇ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ કહેવાઈ રહૃાુ છે. જો કે વીડિયોમાં નવઘણજીએ સ્પષ્ટ કહૃાુ છે કે, અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજનું પ્રતિનિધત્વ કરવાને બહાને પોતાનું ઘર ભરે છે.