મુખ્યમંત્રી વિજય રુપાણી ૧૫ દિવસ બાદ કોરોનાની રસી લેશે


આજથી દેશમાં વરિષ્ઠ નાગરિકોને કોરોનાની વેક્સિન આપવાનું શરુ કરી દેવાયું છે. પીએમ મોદીએ પણ પહેલો ડોઝ લઈ લીધો છે. ગુજરાતના સીએમ વિજય રુપાણી પણ ૧૫ દિવસ પછી વેક્સિન લેવાના છે. આજે તેમના પત્નીએ પહેલો ડોઝ લીધો હતો. જોકે, સીએમને તાજેતરમાં જ કોરોના થયો હોવાથી તેઓ ૧૫ દિવસ બાદ વેક્સિન લેશે.

સીએમ રુપાણી કોરોનાની ટ્રીટમેન્ટ માટે એક અઠવાડિયું હોસ્પિટલમાં રહૃાા હતા, અને રજા મળતા જ તેઓ રાજકોટ મ્યુ. ચૂંટણીમાં વોિંટગ કરવા માટે પણ પહોંચ્યા હતા. હાલ તેઓની તબિયત બિલકુલ સામાન્ય છે, અને તેમણે ૨૮ ફેબ્રુઆરીએ થયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક સમયે રસી લેવામાં લોકોને ખચકાટ થતો હોવાથી નેતાઓ પહેલા રસી લે તેવી પણ કેટલાક લોકો માગ કરી રહૃાા હતા.

રાજ્યમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો ત્યારે જ સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે પહેલા તબક્કામાં કોરોના વોરિયર્સને જ વેક્સિન આપવામાં આવશે, અને તેની કામગીરી પૂરી થયા પછી જ વરિષ્ઠ નાગરિકોનો જ્યારે નંબર આવે ત્યારે પોતાના ક્રમ અનુસાર નેતાઓ રસી લેશે. આજે પીએમ મોદીએ પણ રસી લઈને વિપક્ષો દ્વારા રસી પર કરવામાં આવી રહેલા આક્ષેપો પર પૂર્ણવિરામ મૂકી દૃીધું હતું. પીએમે ભારતીય ફાર્મા કંપની ભારત બાયોટેક દ્વારા બનાવાયેલી કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો.