મહેસાણામાં પુત્રની બંને કિડની ફેલ થતાં પિતા પોતાની એક કિડની આપશે (21)

MAHESANA-KIDNEY-FAIL
MAHESANA-KIDNEY-FAIL

મહેસાણા

Subscribe Saurashtra Kranti here.

છેલ્લા ૩૦ વર્ષથી મહેસાણાના પાલાવાસણા વિસ્તારમાં સ્થાઇ થયેલા

કોરોનાકાળમાં લોકડાઉન સમયે ૩૦ વર્ષના પુત્રની બન્ને કિડની ખરાબ હોવાનુ નિદાન થતા હચમચી ગયેલો પરિવાર આર્થિક ભીસ વચ્ચે જુવાનજોધ પરિણિત પુત્ર અને તેનો સંસાર બચાવવા ૫૩ વર્ષના પિતાએ આગળ આવી પોતાની એક કિડની આપવા નિર્ણય લીધો છે.મૂળ રાજસ્થાનના અલવર જિલ્લાના અને છેલ્લા ૩૦ વર્ષથી મહેસાણાના પાલાવાસણા વિસ્તારમાં સ્થાઇ થયેલા પરિવારના ૩૦ વર્ષના યુવાનને લોકડાઉન સમયે જમ્યા બાદ ઉલ્ટીઓ થવાની ફરિયાદ વચ્ચે સારવાર કરાવી હતી.

Read About Weather here

જેમાં યુવાનની બન્ને કિડની ફેઇલ હોવાનુ નિદાન થતા પરિવાર શોકમાં મુકાયો હતો. ધોરણ-૧૨ પાસ બાદ લેબરનુ કામ કરતા પરિણીત યુવાનને એક પુત્રી હોઇ તેના જીવનના વિચાર માત્રથી પરિવારજનોની આંખો છલકાઇ ઊઠી હતી. છેલ્લા ૫ મહિનાથી અમદાવાદ ડાયાલીસીસ માટે લઇ જવાતા યુવાનને કિડની કોણ આપે તે સવાલ ઉઠ્યો હતો.જેમાં માતાને બીપીની બિમારી અને ભાભીની કિડનીમાં પથરી હોઇ ૫૩ વર્ષના પિતાએ પુત્રને કિડની આપવા નિર્ણય લીધો હતો. અમદાવાદની કિડની હોસ્પિટલમાં યુવાનને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગેરેજમાં કામ કરતા પિતાએ કહૃાુ કે, મારા જીવનની ખુશીઓ મારા પરિવાર સાથે જોડાયેલી છે ત્યારે મારા પુત્રને મારી જરૂર છે.જીવનમા ઘણુબધુ જોઇ લીધુ .હવે પુત્ર સ્વસ્થ રહે તેજ ભગવાનને પ્રાર્થના છે.મારૂ જીવન મારો પુત્ર છે અને તેની સામે કિડની કાંઇ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here