મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત, કાંતિભાઈ ગજેરાનો અપક્ષમાંથી થયો વિજય

જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનો વિજય

ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. રાજ્યનાં ૨૭ જિલ્લાઓમાં ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે ગત રવિવારે મતદાન થયું હતું, જેના ચૂંટણી પરિણામ આજે જાહેર કરવામાં આવી રહૃાુ છે. મતોની ગણતરી માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે કોરોના વાયરસ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહૃાું છે.

તાજેતરમાં ૬ મહાનગર પાલિકાની ચૂંટણીમાં, ભાજપ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો વચ્ચે ઘણી જગ્યાઓ પર આકરી લડત થઈ હતી, જે પછી તમામની નજર આ ચૂંટણી પરિણામો પર છે. આપને જણાવી દઇએ કે, મનપાની જેમ ભાજપ પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ બાજી મેરી રહૃાુ હોય તેવા આંકડાઓ સામે આવી રહૃાા છે.

વળી આ વચ્ચે સમાચાર સામે આવી રહૃાા છે કે, જુનાગઢ જિલ્લા પંચાયતની મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. કાંતિભાઈ ગજેરા કે જેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા તેઓએ અંતે જીતનો સ્વાદ ચાંખ્યો છે. વળી બીજી તરફ ભાજપ ઉમેદવારનો કારમો પરાજય થયો છે.