મચ્છરોની ખેર નથી ! રાંદરડા તળાવમાંથી ગાંડીવેલ કાઢવા દસ દિવસ સુધી મશીન ધણધણાટી કરશે

રાજકોટના જળાશયો માંથી મચ્છરોના જન્મ સ્થાન સમાન ગાંડીવેલ દૂર કરવાની કામગીરી હવે તંત્ર દ્વારા ઝપાટાભેર શરુ કરવામાં આવી રહી છે. બેડીથી આ માટેના ખાસ મશીન મંગાવામાં આવ્યા છે. તારીખ 10 ને બુધવારથી શહેરના રાંદરડા તળાવમાંથી ગાંડીવેલ કાઢવા માટેની કામગીરી જોશભેર શરુ કરવામાં આવશે. મચ્છરોને સાફ કરી નાખવા માટે ખાસ મશીનથી 10 દિવસ સુધી ગાંડીવેલ સાફ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આજી નદીથી મંડીને શહેરના મુખ્ય જળાશયોમાં ગાંડી વેલના ઉપદ્રવથી મચ્છરોનો ત્રાસ અસહ્ય બની રહ્યો હોવાથી આસપાસના વિસ્તારના લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયેલા હતા અને અવારનવાર મનપા પણ રજુઆતો કરવામાં આવતી હતી. આથી થોડા સમય પહેલા જ ગાંડીવેલ દૂર કરવાના મશીન બેડીથી ખાસ મંગાવવામાં આવ્યા હતા.