ભાવનગરનો પ્રસ્તાવિત મરિન શિપ બિલ્ડિંગ પાર્ક અંતે મોકૂફ

૮ માર્ચ વિધાનસભા સત્ર દરમિયાન સોમવારે ગુજરાત સરકારે જણાવ્યુ હતુ કે, શિપ બિલ્ડિંગ સેક્ટરમાં વ્યાપેલી મંદીને ધ્યાનમાં રાખીને ભાવનગરના દરિયા કાંઠે શિપબિલ્ડીંગ પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. ભાવનગરના જુના બંદર (જૂનું બંદર) વિસ્તારમાં મરિન શિપબિલ્ડિંગ પાર્ક આવવાનું હતું, નવેમ્બર ??? ૨૦૦૯માં ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલા આવા બે પ્રોજેક્ટ્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરીકાળ દરમિયાન લેખિત જવાબમાં જણાવ્યું હતું.

કોંગ્રેસના રાજુલા ધારાસભ્ય અમરીશ ડેરે ભરૂચના દહેજ અને ભાવનગરમાં જુના બંદરમાં આ શિપબિલ્ડિંગ પાર્કના વિકાસમાં થયેલી પ્રગતિને જાણવાની માંગ કરી હતી. અને તેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ ભાવનગરનો પ્રોજેક્ટ મોકૂફ રાખવાનું ગૃહમાં જણાવ્યુ હતુ. દહેજના શિપબિલ્ડીંગ પાર્ક પર કામ ચાલી રહૃાું છે. તેમાં બે હાલના શિપ યાર્ડનો સમાવેશ થાય છે જ્યારે ત્રણ વધુ શિપ યાર્ડ માટે જમીન ફાળવવામાં આવી છે. રોકાણકારોએ પર્યાવરણીય અને સીઆરઝેડ મંજૂરી લેવાની અપેક્ષા રાખેલી હોવાથી આ પ્રોજેક્ટ તબક્કાવાર રીતે પૂર્ણ થવાની ધારણા છે. આ અંગે રૂપાણીએ ગૃહને જાણ કરી હતી.

મુખ્યમંત્રી ઉમેર્યુ હતુ કે, “જુના બંદર ભાવનગર ખાતે શિપબિલ્ડિંગ આકાર લેનાર હતુ, ઉદ્યોગમાં મંદી જોઈને હાલમાં કામ અટક્યું છે’ એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ. જો કે વર્ષ ૨૦૦૯થી અત્યારસુધીમાં ભાવનગર જૂના બંદર ખાતેના પ્રસ્તાવિત શિપબિલ્ડિંગ પાર્ક અંગે કોઇ નક્કર બાબતો આગળ ધપી ન હતી, અને માત્ર બે પુંઠા વચ્ચે પ્રોજેક્ટ હતો.