ભરૂચના નલધરી ગામમાં વીજ કરંટથી મરતી ગાયે ૨૦ લોકોના જીવ બચાવ્યા

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નલધરી ગામની સીમમાં બંધ પડેલ પેટ્રોફીલ્સ કંપની નજીક વીજ કંપની લાપરવાહીના પગલે ત્રણ ગાયોને વીજ કરંટ લાગતા એક ગાયનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. પાછળ આવતા ટ્રેકટરમાં બેઠેલા લોકોએ ગાયને તરફડી માંરતાં જોઇ ટ્રેકટર રોકી દેતાં તેમાં બેઠાલા લોકોના જીવ બચ્યાં હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની લાપરવાહીના કારણે ભરૂચના વાલીયાના નલધરી ગામની સીમમાં જીવતા વીજવાયરો તૂટી પડ્યા હતા અને વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રહેતા ત્યાંથી પસાર થતી ત્રણ ગાયોને વીજ કરંટ લાગતા ત્રણ પૈકી એક ગાય માતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. આ ઘટના અહીં અટકતી નથી આ ઘટના બાદ પાછળથી એક ટ્રેક્ટર ૨૦થી ૨૫ જેટલા મજૂરોને ભરીને આવી રહૃાું હતું, ટ્રેકટરના ચાલકે ગૌમાતાને કરંટ લાગ્યા બાદ તરફડી રહી હતી તે જોતા તરત જ ટ્રેક્ટરને બ્રેક મારી દીધી હતી અને ટ્રેક્ટરને અટકાવ્યું હતું.

આ ટ્રેક્ટરમાં ૨૦ થી ૨૫ મજૂરો સવાર હતા, કલ્પના કરો કે જો આ ટ્રેક્ટર પણ જીવતા વીજ વાયરને અડકી ગયું હોત તો મોટી કરુણાંતિકા સર્જાઇ હોત. આ અંગે પશુપાલક લાલાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ગાયને કરંટ લાગ્યો અને તે મૃત્યુ પામી બાદ પાછળથી એક ટ્રેક્ટર આવી રહૃાું હતું જેમાં ૨૦થી ૨૫ મજૂરો સવાર હતા તેના ચાલકે ગાયના મૃતદેહને જોતા બ્રેક મારી દીધી અને મોટી દૃુર્ઘટના ટળી હતી.