બ્યૂટીપાર્લર મહિલાએ યુવાનને બોલાવી જબરદસ્તી શરીરસુખ માણી ૨૫ લાખ માંગ્યા

રાજ્યમાં અનેક વખત હનિટ્રેપની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં લોકો જાગૃત બનતા નથી. જેના કારણે અવારનવાર ભોળા વ્યક્તિઓને તેના શિકાર બનવું પડે છે. સુરત (જીેટ્ઠિં)ના પુણામાં ફરી એકવાર હનિટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. આ હનિટ્રેપની ઘટનામાં મેડિકલ માલિક શિકાર બન્યો છે. જેમાં એક મહિલાએ મેડિકલ માલિકને ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા, ત્યારબાદ મહિલાએ તેની પાસેથી ૨૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઘટનામાં પુણા પોલીસે ગુનો નોંધી તપાસના ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના પુણા વિસ્તારમાં એક મેડિકલ માલિક હનિટ્રેપનો શિકાર બન્યો છે. જેમાં બ્યૂટીપાર્લરની સંચાલિકાએ મેડિકલ માલિકને ઘરે બોલાવીને હનિટ્રેપમાં ફસાવ્યો છે. પુણા ભૈયાનગરમાં આવેલા એક બ્યૂટીપાર્લરની મહિલાઓએ ગત બપોરે (સોમવારે) મેડિકલ માલિકને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદૃ મહિલાએ તે વ્યક્તિ સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

મેડિકલ માલિકે જ્યારે શરીરસુખ માણવાની ના પાડી તો બ્યૂટિપાર્લરની મહિલાઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ૨૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

સંચાલક મહિલાઓ આટલેથી અટકાઈ નહોતી, તેમને વેપારીને માર માર્યો હતો, જેથી વેપારીએ પોલીસને ફોન કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પુણા પોલીસે ગુનો નોંધી હનિટ્રેપની માસ્ટર માઈન્ડ મહિલાની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મહિલાઓની આ ગેંગમાં અનેક મહિલાઓ સામેલ છે. આ ઘટનામાં જાણવા મળી રહૃાું છે કે મેડિકલ માલિક મૂળ ગીર-સોમનાથનો વતની અને સુરતના પુણા વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોર ચલાવતો હતો. આ વ્યક્તિ પુણા સિલ્વર ચોક પાસે આવેલા શિક્ષાપત્રી એવન્યુમાં રહે છે અને તેનું નામ પ્રવિણ બાબુભાઈ રામાણી (ઉ.વ.૨૧) છે. થોડા દિવસ પહેલા તેના મેડિકલ સ્ટોર પર એક મહિલા ક્રિમ લેવા આવી હતી, પરંતુ તે ક્રિમ હાજર સ્ટોકમાં ન હોવાના કારણે બન્ને વચ્ચે પરિચય થયો હતો. બન્ને જણાંએ મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ ક્રિમ મંગાવી આપવા જણાવ્યું હતું.
આ વાતને બે ચાર દિૃવસ વિત્યા બાદ મહિલાએ ફરી મેડિકલ માલિક પ્રવિણ બાબુભાઈ રામાણીને ફોન કરીને થોડી ઘણી વાતચીત કરી હતી. ત્યારબાદ મહિલાએ વાતવાતમાં પ્રવિણભાઈને જણાવ્યું હતું કે, તમારે કોઈની સાથે શરીરસુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો હું કરાવી આપીશ.

ગત સોમવારે બ્યૂટી પાર્લરની સંચાલિકાએ પ્રવિણને ફરીથી ફોન કરીને પોતાના બ્યૂટી પાર્લરમાં આવવા જણાવ્યું હતું. પ્રવિણ મહિલાની વાતમાં આવી જઈને સોમવારે બપોરના સુમારે પહોંચ્યો હતો, જ્યાં અંદર અનેક મહિલાઓ હતી. પ્રવિણ બ્યૂટી પાર્લરમાં પ્રવેશ કરતાં ની સાથે જ મહિલાઓએ પોતાના પ્લાન પ્રમાણ બ્યૂટીપાર્લરનું શટર પાડી દૃીધું હતું. ત્યારબાદ મહિલાએ પ્રવિણને જબરદસ્તી એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા કહૃાું હતું પરંતુ પ્રવિણ એકનો બે થયો નહોતો, અને તેની સાથે જબરદસ્તી કરી હતી. એટલું જ નહીં, મહિલાઓએ ભેગા મળીને પ્રવિણને ઢોર માર માર્યો હતો અને તેની પાસે ૨૫ લાખ રૂપિયાની માંગણી કરી નાંખી હતી.