બાપુનગર પીએસઆઇ વિરુદ્ધ આરોપીને છોડી મૂકતા પોલીસ કમિશ્ર્નરને ફરિયાદ

દેશભરમાં ગુજરાતના લોકો પ્રથમ નંબરે
દેશભરમાં ગુજરાતના લોકો પ્રથમ નંબરે

Subscribe Saurashtra Kranti here

વેપારીએ ચોરને પકડીને બાપુનગર પોલીસના હવાલે કર્યો હતો

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ અરજી થઈ છે. ચોરી કેસના આરોપીને છોડી મુકતા ફરિયાદીએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. વેપારીની દૃુકાન બહાર વાહનની બેટરી ચોરવાનો પ્રયાસ કરતો શખ્સ સીસીટીવીમાં દેખાયો હતો..અને વેપારીએ જ ચોરને પકડીને બાપુનગર પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસે તે શખ્સને છોડી દીધો હતો. તેમજ વેપારીએ પ્રશ્ર્ન પૂછતા પીએસઆઈએ ઉદ્ધતાઈ પૂર્ણ વર્તન કર્યુ હોવાનો પણ પોલીસે આક્ષેપ લગાવ્યો છે.

વેપારીની દૃુકાનની બહાર પડેલા વાહનની બેટરી ચોરવાનો પ્રયાસ કરતા સીસીટીવી ફૂટેજમાં ચોર દેખાયો હતો. વેપારીએ ચોરને પકડીને બાપુનગર પોલીસના હવાલે કર્યો હતો.

પોલીસ કમિશ્ર્નરની અરજીમાં આક્ષેપ કરાવવામાં આવ્યો છે, અરજીમાં અરજદારે લખ્યું છે કે તેઓ સુનિતા ડેકોરશનના નામથી વેપાર કરે છે, તેમણે તેમના સીસીટીવીને સ્માર્ટફોન સાથે જોડાયેલું છે, તેઓ સોમવારે રાત્રીએ પોતાના ઘરે આરામ કરી રહૃાા હતા ત્યારે તેઓ તેમના ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ નિહાળી રહૃાા હતા, તે દરમ્યાન તેમને કંઈક અજુતું લાગ્યું કે જેમાં તેમણે જોયું કે ઓફિસની બહાર એક યુવકની હિલચાલ શંકાસ્પદ લાગી હતી,

Read About Weather here

આ યુવાનબહાર પાર્ક કરેલી લોડિંગ રીક્ષામાં કંઈક શંકાસ્પદ કાર્ય કરી રહૃાો હતો, અરજદારે તે શખ્સને ઝડપી લીધો હતો. સખ્તાઈ પૂર્વક પૂછ પરછ દરમ્યાન યુવકે તેનું નામ જણાવ્યું અને ચોંકાવનારી કબૂલાત કરી કે તે ઘણા સમયથી વિવિધ ગાડીઓની બેટરીની ચોરી કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here