બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૧૪૭૮ કરોડની જોગવાઈ

  • ૮૦૦ ડિલક્ષ અને ૨૦૦ સ્લીપર કોચ મળીને ૧૦૦૦ નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે ૫૦૦ વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે
  • એસટી દ્વારા ૫૦ ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકાશે. ૫૦ સીએનજી વાહનોનો પણ સમાવેશ કરાશે
  • રાજકોટ, માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન બનાવાશે
  • ૪૮૦૦ કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરનો પીપીપી ધોરણે વિકાસ કરાશે
  • દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવાશે
  • નવલખી બંદર ખાતે ૧૯૨ કરોડના ખર્ચે નવી જેટી બનાવાશે
  • સચાણા શીપ બ્રેિંકગ યાર્ડ ખાતે ૨૫ કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે