ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા કોવિડમાં આર્થિક સહાય

ફેડરેશન મોઢ વણિક સમાજ
ફેડરેશન મોઢ વણિક સમાજ

વૈશ્વિક મોઢ વણિક પરિવારના તંત્રી મુકેશભાઈ પરીખ મો.9320103821 આપવામાં આવ્યો છે

ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈ દ્વારા સમગ્ર ભારત દેશના કોઇ પણ મોઢ વણિક જ્ઞાતિજનોને કોરોના પોઝિટિવ આવેલ હોય તેને સહાય કરવા ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈના પ્રમુખ અરુણ મુછાળા (મુછાળા ગ્રુપ), ટ્રસ્ટી અરવિંદ મહેતા, ટ્રસ્ટી વિનોદ અંબાણી (રિલાયન્સ) સહિતનાં ટ્રસ્ટી મંડળમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ માટે વૈશ્વિક મોઢ પરિવારના તંત્રી મુકેશભાઈ પરીખ મો.9320103821 આપવામાં આવ્યો છે. આ નંબર પર દર્દીએ તેનું નામ, આધાર કાર્ડની બંને સાઇડની કોપી, કોરોના પોઝિટિવ રિપોર્ટની ઝેરોક્ષ, બેંકમાં પૈસા જમા કરાવવા બેંક એકાઉન્ટ નંબર ડીટેલ, મંડળનું નામ, મો. નંબર તેમજ ઇમેલ આઇડી લખીને મોકલવાનો રહેશે આ બાબત અન્ય કોઈ વિગત જાણવા માટે દિવ્યકાંત વોરા મો. 8999541325, હિતેશ દોશી મો. 9022038563 ઉપર મો. કરીને વિગત જાણી શકાશે.

Subscribe Saurashtra Kranti here

તા. 15-04-2021 થી તા.15-05-2021 દરમિયાન આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા વણીક લોકો તા. 16-05-2021 સુધીમાં અરજી કરી શકશે. આ માટે મુંબઈના કમીટી મેમ્બર હર્ષવર્ધન પરીખ, યોગેશ શાહ, નવીન ગાંધી, ગીરીશ શેઠ, ગુજરાત કમિટી મેમ્બર અમદાવાદના ચીમન શાહ (વટવાવાળા), પરમાનંદ શાહ (ગણેશ મસાલા વાળા), પુરુષોત્તમ વડોદરિયા, (મધુર હોલ ગૃહપતિ) સુરેન્દ્રનગરના રશ્મિન મહેતા (મહેતા જવેલર્સ) રાજકોટના અશ્વિન પટેલ (ગીતા એન્જિનિયરિંગ કોર્પોરેશન) વગેરે કમીટી મેમ્બર આ કાર્યને વેગ આપવામાં કાર્ય કરી રહ્યા છે.

ગત વર્ષે એપ્રિલ 2020 આ સંસ્થા દ્વારા કોવિડ સહાય અંતર્ગત 500 પરિવારને પ્રત્યેક પરિવાર દીઠ રૂ 1500 સુધીની રકમ સીધી વણિક લોકોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવેલ હતી. ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા મહામારીમાં અસર થયેલા જ્ઞાતિબંધુઓને વધુ સહાય કરી શકાય તે માટે અનુદાન સ્વીકારવામાં આવે છે. તે માટે સંસ્થાનો સંપર્ક કરવો.

ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વગર વ્યાજે એક વિદ્યાર્થીને રૂપિયા બે લાખ ચાલીસ હાજરની એજ્યુકેશન લોન આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 250 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પાંચ કરોડથી વધુ રકમ લોન આપવામાં આવી છે.

Read About Weather here

ફેડરેશન મોઢ વણિક સમાજનો ટાર્ગેટ એક હજાર વિદ્યાર્થીઓને 25 કરોડની વગર વ્યાજે એજ્યુકેશન લોન આપવાનો છે. જેથી કરીને મોઢ સમાજના એક હજાર ઘર પ્રગતિ કરી શકે અને સાથે વણિક સમાજનું ઉત્થાન થાય. કોઈને એજ્યુકેશન લોનની જરૂરિયાત હોય અગર કોઈ દાતાને 2,40,000 ભરીને એક વિદ્યાર્થી દત્તક લેવાનો હોય તો સંસ્થાનો સંપર્ક કરી શકાશે.

આ કાર્ય સંપન્ન કરવામાં ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈના પ્રમુખ અરુણ મુછાળા, ટ્રસ્ટી અરવિંદ મહેતા, વિનોદ અંબાણી, વૈશ્વિક મોઢ પરિવાર પત્રના તંત્રી મુકેશ પરીખ, દિવ્યકાંત વોરા, હિતેશ દોશી, કમીટી મેમ્બર હર્ષદ પરીખ, યોગેશ શાહ, નવીન ગાંધી, ગીરીશ શેઠ, અપૂર્વ શેઠ, ગુજરાત કમિટી મેમ્બર અમદાવાદના ચીમન શાહ, પરમાનંદ શાહ, પુરુષોત્તમ વડોદરિયા, સુરેન્દ્રનગરના રશ્મિ મહેતા, રાજકોટના કમિટી મેમ્બર અશ્વિન પટેલ, મનસુખ પટેલ સેવા આપી રહ્યા છે. પ્રચાર-પ્રસાર સેવા રાજકોટના કમિટી મેમ્બર અશ્વિન પટેલ પૂરી પાડી રહ્યા છે તેમ રાજકોટના કમીટી મેમ્બર અશ્વિનભાઈ પટેલ મો. 9825195955 ની યાદી જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here