પ્રેમમાં પ્રેમીનો ભાઈ બન્યો વિલન, પ્રેમિકાનું અપહરણ કરી દુષ્કર્મની આપી ધમકી

શહેરમાં રહેતી ૨૭ વર્ષીય યુવતી એક યુવકના પ્રેમમાં હતી. તે આ યુવક સાથે લગ્ન કરવાની હતી. પણ છેલ્લા કેટલાય સમયથી આ યુવતીના પ્રેમીનો ભાઈ તેને સતત ધમકી આપતો હતો. આ પ્રેમીનો ભાઈ આ યુવતીને કાપી નાખી અપહરણ કરી રેપ કરવાની ધમકી આપતા યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઇસનપુરમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીનો સાતેક મહિના અગાઉ રાજેન્દ્રસિંહ નામના યુવક સાથે પરિચય થયો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવાના હતા. પણ વર્ષ ૨૦૨૦માં બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં રાજેન્દ્રસિંહના ઘરે આ યુવતી તેઓને મળવા ગઈ હતી પણ ત્યારે રાજેન્દ્રસિંહ મળી આવ્યો ન હતો. જેથી યુવતી પરત પોતાના ઘરે જતી રહી હતી.

બાદૃમાં આ રાજેન્દ્રસિંહના મોટાભાઈ શામલિંસહનો આ યુવતી પર ફોન આવ્યો અને કહૃાું કે, તું મારા ઘરે કેમ આવી હતી. આટલું કહી બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં ધમકી આપનાર શામલિંસહને મળવા માટે યુવતીએ બોલાવ્યા હતા.

ત્યારે નરોડા ખાતે શામલસિંહ મળવા આવ્યા અને આ યુવતીને ધમકી આપી કે રાજેન્દ્રસિંહ સાથે સબંધ નહિ રાખવાનો, નહીંતો તારું અપહરણ કરી કાપીને ફેંકી દઈશ અને રેપ કરી નાખીશ.

જેથી આ યુવતીએ શામલિંસહ સામે અરજી કરી હતી. બાદમાં ફરી શામલસિંહ ધમકી આપી કે તને રાજેન્દ્રસિંહના ઘરે નહિ જ રહેવા દેવું. જેથી પ્રેમમાં વિલન બનેલા પ્રેમીના ભાઈ સામે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.