પોલીસને નનામી અરજીઓ કરી આપઘાત-આત્મવિલોપનની ધમકી મળતા તંત્ર દોડતું થયું

સાબરમતીમાં જુગારના અડ્ડાઓ બંધ નહીં થાય તો આત્મવિલોપન કરીશ

કેટલાક વિસ્તારોમાં પોલીસની રહેમનજર હેઠળ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આરોપ સાથે પોલીસમાં નનામી અરજીઓ કરી અને આપઘાત-આત્મવિલોપનની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ છેલ્લા એક મહિનાથી સાબરમતી વિસ્તારમાં બાબુ દાઢી, સુરેશ ગેડિયા અને અન્ય શખસો જુગારના અડ્ડા ચલાવે છે અને સ્જી નામનો પોલીસ કર્મચારી તેમાં ભાગીદાર છે. આ ધંધા બંધ નહીં થાય તો કમિશનર ઓફિસ સામે આત્મવિલોપન કરીશ એવી ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. આજે પણ તેવી અરજી મળતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. અમદાવાદ પોલીસને જુગારના અડ્ડાઓ બંધ કરવાં આત્મવિલોપનની અરજી કરનાર શખસ ઈમેલથી અરજી કરી છે અને અરજી બાદ સામે આવતો નથી, પોલીસ પણ આ વ્યક્તિ સુધી પહોંચી શકી નથી.

સાયબર ક્રાઈમ બ્રાન્ચ હોવા છતાં અમદાવાદ કે ગુજરાત પોલીસ આ વ્યક્તિને શોધી શકી નથી. નનામી અરજીને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસને હાજર રહેવું પડ્યું હતું. એક મહિનામાં બેથી ત્રણ વાર અરજીઓ આવતા પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડને હાજર રહેવું પડે છે. જો કે અરજી કરનાર શખ્સ નામ સરનામું પોલોસ પાસે નથી અને ઓળખ નથી તેના કારણે આખો દિવસ પોલીસ અને ફાયરબ્રિગેડનો સમય બગડે છે. શું ખરેખર વિસ્તારમાં જુગારના અડ્ડાઓ ચાલે છે કે પછી પોલીસને હેરાન કરવાની આ વૃત્તિ છે તેના પર સવાલ ઉભો થાય છે.

કોઈ અજાણી વ્યક્તિ ગાંધીનગર ગૃહવિભાગમાં ઈમેલ કરી અને અરજી કરે છે કે અમદૃાવાદૃ શહેરના સાબરમતી વિસ્તારમાં જ્વાહરચોક ગુરુદ્વારા પાછળ રબારી વસાહત સામે ખુલ્લા મેદાનમાં અને જવાહરચોક મ્યુનિસિપલ સ્કૂલ પાસે નાળા નજીક સુરેશ ગોડિયા ઘરમાં મોટા પાયે સટ્ટો, ચકલી પોપટનો જુગાર ચલાવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં જુગાર બંધ થતો નથી કારણકે એમએસ નામનો પોલીસ કોન્સ્ટેબલ ભાગીદૃાર છે. જુગાર ચલાવનાર બાબુ દાઢી, ચેતન ચાવડા, ગુગો, વિશાલના જુગારના ધંધા બંધ નહીં થાય તો પોલીસ કમિશનર ઓફિસ પાસે આત્મવિલોપન કરીશ.