પોરબંદરમાં દારૂના આઠ કેસ નોંધાયા

પોરબંદરમાં દારૂના આઠ કેસ નોંધાયા

પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. દારૂના દુષણ ડામવા જિલ્લા પોલીસે કમર કસી છે.તેમ છતાં જિલ્લામાંથી દારૂના કિસ્સા ખતમ થવાનું નામ લેતા નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દેશી દારૂના 8 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જેમાંથી પોલીસે જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી 42 લીટર દેશી દારૂ તથા 5 શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.