પેરામેડિકલ ટીમ ‘વડીલ સુખાકારી સેવાઅંતર્ગત વયોવૃદ્ધ વડિલોની ઘરે બેઠા આરોગ્ય ચકાસણી કરશે

કોરોના કાળમાં ખાસ કરીને વયોવૃદ્ધ વડીલોની સારવાર અને આરોગ્ય ચકાસણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘વડીલ સુખાકારી સેવા નામની યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી ૩ સભ્યોની પેરામેડિકલ ટીમ વયોવૃદ્ધ વડીલોના આરોગ્યની ચકાસણી કરવા ઘરે આવશે. પ્રારંભિક તબક્કામાં આ વિશિષ્ટ સેવામાં ૧૦૦ ટીમ કાર્યરત કરીને દરરોજ લગભગ ૨૦૦૦ વડિયોની આરોગ્ય ચકાસણી કરી શકાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ૩ સભ્યોની ટીમ વડીલોની તેમના ઘરે જઈને મુલાકાત લઈ તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ખાસ ઈમ્યુનિટી બુસ્ટર પેકેટ આપશે. જેમાં વિટામીન-સીની ટેબ્લેટ્સ, ઝિક્ધ ટેબ્લેટ્સ, શમશમીવટી, આર્સેનિકમ આલ્બમ વગેરે જેવી દવાઓ વિનામૂલ્યે આપશે.

વડીલોના આરોગ્યની તપાસ બાદ તમામ વિગતો જાળવવા માટે તથા તેનું વિશ્ર્લેષણ કરવા માટે એક મોબાઈલ ફોન આધારિત સોટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જે વડિલોને કોવિડને લગતાં લક્ષણો હશે તો જણાવશે. તે ઉપરાંત વડીલોનો રેપીડ એન્ટીજન ટેસ્ટ તેમના ઘરે જ કરવામાં આવશે. રીપોર્ટ પોઝિટીવ આવે તેવા કિસ્સામાં કોરોના સંજીવની ટીમને જરૂરી સારવાર માટે તબદિલ કરવામાં આવશે. આમ વડીલોની અચાનક બગડતી તબિયતને અટકાવી શકાશે.