પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ખેડૂતોના સમર્થનમાં દિલ્હીમાં અનશનની ચિમકી

૨૫ ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગ નહિ સ્વિકારે તો….

ગુજરામાં ખેડૂત આંદોલનને ધીરે ધીરે સમર્થન મળી રહૃાું છે ત્યારે પોતાના બેબાક નિવેદનો માટે જાણીના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની જાહેરાતને પગલે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત કરી છે.

શંકરસિંહ વાઘેલાએ ચિમકી ઉચ્ચારી છે કે,  ૨૫ ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારે જો માંગણી નહીં સ્વીકારાય તો હું દિલ્હી રાજઘાટ ખાતે અનિશ્ર્ચિતકાળ માટે અનશન પર ઉતરીશ જો આ કાયદો રહેશે તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને મારવો પડશે.

નવા કૃષિકાયદાના વિરોધમાં છેલ્લા ૨૫ દિવસથી ખેડૂતો આંદોલોન પર બેઠા છે તેમ છતાં તેમના પ્રશ્ર્નનું સમાધાન નથી આવી રહૃાું ૩ ડિગ્રી તાપમાન છે ત્યારે કડકડતી ઠંડીમાં સરકાર દ્વાર કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને ચિમકી ઉચ્ચારી હતી.