પૂર્વ અમદાવાદમાં એક અઠવાડિયામાં ૪ મહિલા સહિત ૧૦ પુરુષોએ કર્યો આપઘાત

AHEMDABAD-BUILDER-SUICIDE
AHEMDABAD-BUILDER-SUICIDE

કોરોનાકાળ બાદ અમદાવાદમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પૂર્વ અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૪ લોકોએ કોઈને કોઈ કારણસર આપઘાત કરી લીધો છે. આ તમામ આપઘાત મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના મતે આપઘાતના કિસ્સામાં ડિપ્રેશન, ઘરકંકાશ, પ્રેમપ્રકરણ અને આર્થિક તંગી જવાબદાર હોય છે. છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો આપઘાત કરવામાં ૧૮-૪૫ વર્ષની વયના ૧૧ લોકોએ આપઘાત કર્યો છે. જ્યારે ૪૫-૬૦ વર્ષની વયનાં ૩ લોકોએ આપઘાત કર્યો છે. ગોમતીપુરમાં ૪૦ વર્ષીય રેખાબહેન બનોધાએ પતિની ખેંચની બીમારીથી કંટાળીને દસેક ગોળીઓ ખાઈ લીધી હતી. નિકોલમાં ૨૭ વર્ષીય રાકેશસીંગ તોમરે ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો. ઓઢવમાં ૨૭ વર્ષીય ગોવિંદ ચૌહાણે, રામોલમાં ૨૦ વર્ષીય અન્નપુર્ણાબહેન બધિકે ૨૭મી ફેબ્રુઆરીએ ગળેફાંસો ખાધો હતો.

નારોલ વિસ્તારમાં ૪૫ વર્ષીય મિનિન્દ સોનારે ૨૭મી ફેબ્રુઆરીએ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું. જ્યાં ૧ માર્ચે તેઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. સરદારનગરમાં ૬૦ વર્ષીય મોહન રાજગોરે ૨ માર્ચે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો. વટવાની ૩૪ વર્ષીય પરવીનબાનુ શેખે ૧ માર્ચે રાત્રે પોતાના ધાબા પરથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. કાગડાપીઠમાં ૨૨ વર્ષીય ભાવેશ રાઠોડે ધાબા પર લોખંડની પાઈપ સાથે દૃુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો. મેઘાણીનગરમાં સુમતીલાલ જૈને ૩ ફેબ્રુઆરીએ ઘરે પાણીની ટાંકીમાં ડૂબી જઈને આપઘાત કર્યો હતો. રામોલમાં ૩૧ વર્ષીય અનુપકુમાર મિશ્રાએ ૨ માર્ચે ઘરેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

વટવાની ૨૦ વર્ષીય યાસીન શેખે ૨ માર્ચે ત્રીજા માળે છતના હૂકમાં દૃુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. વટવા GIDCમાં ૧૮ વર્ષીય સુખારામ સોલંકીએ ૩ માર્ચે ગળેફાંસો ખાધો હતો. મેઘાણીનગરમાં આવેલાં કિસ્મતનગરમાં ૨૨ વર્ષીય વિષ્ણ પ્રજાપતિએ ૩ માર્ચે કોઈ કારણોસર પોતાના ઘરે લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વટવા GIDCમાં વિનોબાભાવેનગરમાં સોનીકુમારી ભગતે ઘરના રસોડામાં ગળેફાંસો ખાધો હતો.