પિતાની હાજરી સામે પુત્રી સાથે અડપલા કરનાર રોમિયો સામે નોંધાઈ ફરિયાદ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

વેસુ આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં પુત્રી સાથે ખરીદી કરવા જનાર સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની પુત્રી સાથે સરેજાહેર શારિરીક અડપલા કરી માર મારવા ઉપરાંત પિતા-પુત્રીને મારી નાંખવાની ધમકી આપનાર રોમીયો અને તેના ભાઇ તથા પિતા વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. વેસુ વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારી તેમની ૨૧ વર્ષીય પુત્રી વિધી (નામ બદલ્યું છે) સાથે વેસુના આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં યશ ક્લેકશન નામની દૃુકાનમાં ખરીદી કરવા ગયા હતા. તે દરમિયાન તેમનો જુનો પડોશી મધુર ખેતાન પણ ત્યાં હાજર હતો.

મધુર અને તેનો ભાઇ સનાતન ખેતાન યુવતીઓની મશ્કરી અને અશ્ર્લીલ કમેન્ટ કરવાની કુટેવ હોવાથી અધિકારીએ તેમની પુત્રીને ઝડપથી દૃુકાનમાંથી ખરીદી કરી પરત આવવા કહૃાું હતું. દૃુકાનમાં ખેતાન જયાં ઉભો હતો તેની સામેની સાઇડ જઇ વિધી ખરીદી કરી રહી હતી ત્યારે ખેતાન પાછળથી આવ્યો હતો અને વિધીના શરીર પર હાથ ફેરવી સરેજાહેર અશ્ર્લીલ હરકત કરી અપશબ્દો ઉચ્ચારતા ત્યાંથી નીકળી રહૃાો હતો. સરેજાહેર શરીર પર હાથ ફેરવનાર ખેતાનના કૃત્ય અંગે વિધીએ પિતાને જાણ કરતા ખેતાનને પકડીને બે-ત્રણ તમાચા મારી દીધા હતા.

જેથી અધિકારી અને ખેતાન વચ્ચે ઝપાઝપી થતા લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું. ઘટના અંગે અધિકારીએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઉમરા પોલીસ દોડી આવી હતી. પરંતુ ખેતાન અને તેનો પરિવાર માથાભારે હોવાથી તેઓ વચ્ચે સમાધાન થઇ ગયું છે એમ કહેતા પોલીસ પરત ચાલી ગઇ હતી. અધિકારી પુત્રી સાથે ઘરે ગયા હતા જયાં ખેતાન અને તેનો ભાઇ સનાતન અને તેમના પિતા સંજય ખેતાન સાથે ઘસી આવ્યા હતા.