પાન પાર્લર અને ચાની કિટલીઓ અનિશ્ર્ચિતકાળ સુધી રહેશે બંધ ?

પાન પાર્લર અને ચાની કિટલી
પાન પાર્લર અને ચાની કિટલી

આદેશ ન થાય ત્યાં સુધી બંધ પાન પાર્લર અને ચાની કિટલીઓ બંધ રહેશે

Subscribe Saurashtra Kranti here

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના પાન પાર્લર અને ચાની કિટલી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ પાન પાર્લર અને ચાની કિટલીઓ બંધ રહેશે. AMC દ્રારા શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓને બંધ કરાવી હતી. AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે કોરોના કેસ ખૂબ જ વધતા આકરા પગલાં લેવા જરૂરી બન્યા છે. જો કોઇ નિયમનું ઉલ્લંઘન કરશે તો સિલિંગ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં પણ તપાસ માટે ટીમો કામગીરી કરશે. માસ્ક અને નિયમ મામલે ૨૦૦ ટીમો શહેરમાં કામ કરીર અહી છે.

જો કે આ પહેલા ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત લોકડાઉનમાં પાન મસાલાની કિંમતો આસમાને પહોંચી હતી. જે વસ્તુ સામાન્ય રીતે ૫ રૂપિયામાં મળતી હોય છે તે ૫૦-૫૦ રૂપિયામાં મળી રહી હતી. કેટલાક ડુપ્લીકેટ માલના કારણે પણ સ્થિતી વિપરિત બની હતી. લોકોનાં સ્વાસ્થય સાથે ચેડા થયા હતા. જેના કારણે હવે આ નિર્ણયથી પાન મસાલાના વ્યવસનીઓમાં ભાગદોડ મચી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here