નિરંજન પટેલ પેટલાદ નગરપાલિકાના ચૂંટણી હાર્યા

રાજ્યમાં નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. મહાનગરપાલિકામાં ભવ્ય જીત પછી નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના પુત્ર-ભાઇની હાર થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ અને પાંચમા ઉમેદવારી કરી હતી પરંતુ ત્યા બન્ને બેઠકો પર તે હારી ગયા હતા.

આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજા નિકુંજની હાર થઇ હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સગા સંબંધીઓ અને કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ની પણ કારમી હાર ધારાસભ્ય અશ્ર્વિન કોટવાળના પુત્રની પણ કારમી હાર થઇ હતી. દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના વિક્રમ માડમના પુત્ર પણ હારી ગયા હતા. છોટુ વસાવાના પુત્રની હાર થઇ હતી. જિલ્લા પંચાયત રાજ પારડી બેઠક પર દિલીપ વસાવા ૨૦૦૦ મતથી ભાજપના ઉમેદૃવાર પદ્મા વસાવા સામે હારી ગયા હતા.