ધોળકા ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાએ લીધી કોરોના વેક્સીન

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે અને છેલ્લા ૧૦ મહિના કોરોના મહામારી બાદ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સીનની વૈજ્ઞાાનિકો અને કંપનીઓ દ્વારા શોધ કરવામાં આવી છે અને તેનો તબક્કાવાર ડોઝ આપવામાં આવી રહૃાો છે ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મુકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ધોળકા ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાએ પણ કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો.

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશ સાથે રાજ્યમાં ધંધો અને રોજગાર પર અસર પડી છે અને અગાઉ અનેક લોકોના કોરોનાથી મોત પણ નીપજી ચુક્યા છે ત્યારે ભારે જહેમત બાદ વૈજ્ઞાાનિકો અને કંપનીઓ દ્વારા કોરોના વેક્સીનની શોધકરી તેને અમલમાં મુકી રસીકરણ હાથધરવામાં આવી રહૃાું છે જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ અલગ-અલગ તબક્કામાં રસીકરણ અભિયાન હાથધરાયું છે ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી મુકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ત્યારે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને અનુસંધાને ધોળકાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્ર ભુપેન્દ્રિંસહ ચુડાસમાએ પણ કોરોનાની રસી મુકાવી લોકજાગૃતિ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું અને તેમની સાથે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહૃાાં હતાં અને કોરોનાની રસી મુકાવી હતી.