દહેગામમાં અજાણી યુવતીની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગઈ કાલે સવારે ૩૦ વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીની માથામાં ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાનું પોલીસનું અનુમાન છે. દહેગામ પોલીસે હત્યાનો ગુનો નોંધીને યુવતીની ઓળખ માટે તપસા શરૂ કરી છે. ગાંધીનગર એલસીબી અને એસઓજીની ટીમો પણ હત્યારાની તપાસમાં લાગી ગઈ છે.

નર્મદા કેનાલમાં અજાણી યુવતીનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં દૃહેગામ પોલીસ ઘટનાસ્થળે દૃોડી આવી હતી. મૃતક યુવતીએ મહેંદી અને ગુલાબી રંગની ફુલભાતવાળો ડ્રેસ અને છીકણી રંગનો પાયજામો પહેરેલો છે. તેમજ જમણા હાથે છુંદણાથી અંગ્રેજીમાં દિનેશ લખેલું છે. જ્યારે તેના હાથ પર મહેંદીથી દીશા અને દિનેશ લખેલું છે.

બારડોલી કોઠી ગામની કેનાલમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી તે કેનાલની બહાર થોડા અંતરે પોલીસને લોહીના નિશાન મળી આવ્યા છે. જેથી યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરીને કેનાલની પાસે લાવી તેમાં ફેંકી દેવાઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. તે સ્થળે મહિલાને ઢસડી હોવાના નિશાન પણ જોવા મળ્યા હતા.