ડાકોર મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

ડાકોર મંદિરનો ભોજનાલય કોન્ટ્રાક્ટર પાર્થ ખંભોળજા વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો છે. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પાર્થને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, પાર્થ ખંભેળજા ડાકોરનાં રણછોડરાય મંદિરનાં વારસદાર સેવક પરિવારનો પુત્ર છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પારડી પોલીસે ડાકોર રણછોડરાય મંદિરના વારસદાર સેવક પરિવારના પાર્થ ખંભેળજાને ૯ હજારની કિંમતની ચાર બોટલ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ સાથે ૭ લાખની કાર પણ કબજે કરી હતી. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તપાસી લેતા કારમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની ૪ બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ખંભોળજા ડાકોરનો રહીશ છે.

આ અંગે, ડાકોર મંદિર પ્રસાશનની સ્પષ્ટ ના છે કે, હાલ પાર્થ ખંભોળજા ભોજનાલયનો કોન્ટ્રાક્ટર નથી. તેનો કોન્ટ્રાક્ટ ગત ૩૧મી જાન્યુઆરીએ જ પૂર્ણ થઇ ગયો હતો. જાણવા મળ્યું છે કે, ડાકોર મંદિર કોન્ટ્રાક્ટ પૂર્ણ છતાં ડાકોર મંદિરના ભોજનાલયનો કબજો પાર્થ ખંભોળજા ડાકોર મંદિર ને સોપતો નથી.